જામનગર : ૨ શખ્સે યુવાનને ગોળી મારી મોત, પોલીસને પણ કચડવાનો પ્રયાસ કર્યો, બે ઝડપાયા, હત્યા CCTVમાં કેદ

ગુજરાત
ગુજરાત

જામનગરઃ ધ્રોલના ત્રણબત્તી ચોક પાસે પેટ્રોલપંપ નજીક બે શખ્સોએ દિવ્યરાજ નામના યુવક પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્રીજા શખ્સે કાર રિવર્સમાં લઇ દિવ્યરાજને કચડતા તેનું મોત નીપજ્યું હતું. ફાયરિંગ કરી બે શખ્સો ફરાર થઇ ગયા હતા અને કારથી કચડનાર શખ્સ ત્યાં જ થોડીવાર ઉભો રહ્યો હતો બાદમાં તે પણ ફરાર થઇ ગયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. પરંતુ મોરબી પોલીસે ગણતરીની કલાકમાં જ બે આરોપી અનિરૂદ્ધસિંહ અને મુસ્તાકને હથિયાર સાથે ઝડપી લીધા છે. જ્યારે એક શખ્સ પોલીસ પકડથી દૂર છે. ઘટના બાદ બે શખ્સો સ્વીફ્ટ કાર પૂરપાટ ઝડપે ચલાવી રહ્યા હતા તેવા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે. મોરબી પોલીસને પણ કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે રાજકોટ રેન્જ આઈ.જી સંદીપસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી.
 
બે શખ્સો સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને નીચે ઉતરીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું બાદમાં એક શખ્સે કારથી કચડતા ગંભીર હાલતમાં દિવ્યરાજને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો છે. પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી હતી. દિવ્યરાજ મજોઠ ગામનો હોવાનું અને અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલો હતો.
 
જામનગરના SP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ધ્રોલમાં ફાયરિંગ થયું છે. આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવ્યા હતા અને ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. રાજકોટ રેન્જ પર મોરબી પોલીસ અને નાકાબંધીની મદદથી અમે બે આરોપીને લોડેડ હથિયાર સાથે પકડી પાડ્યા છે. વધુ વિગત અમે મીડિયાને પ્રેસ કોન્ફરન્સ કરી આવતીકાલે આપીશું. ૨ કલાકથી ઓછા સમયમાં અમે આરોપીઓને ઝડપી લીધા છે. જામનગર પોલીસ અને મોરબી પોલીસની કામગીરીને બિરદાવું છું.
 
મૃતક દિવ્યરાજ અગાઉ હત્યાના ગુનાનો આરોપી હોય હત્યાનો બદલો લેવા હત્યા કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તો બીજી તરફ દવ્યરાજ ખનીજ માફિયા તરીકે પંકાયેલો હોવાથી ખનીજ પ્રકરણમાં પણ હત્યા કરવામાં આવી હોય તેવું બની શકે. જો કે, પોલીસ હત્યા પાછળનું સાચુ કારણ જાણવા બંન્ને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. સ્વીફ્ટ કારમાં નાસી છૂટેલા જામનગરના અનિકૂદ્ધસિંહ સોઢા અને રાજકોટના મુસ્તાક પઠાણની મોરબી LCBની ટીમે ઝડપી લીધા હતા.
 
જામનગર પોલીસે મોરબી રાજકોટ પોલીસનો સંપર્ક કરી આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ આરોપીઓ મોરબીના શનાળા ગામ નજીક હોવાની બાતમીના આધારે મોરબી LCB અને એ ડીવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે જીજે ૩ જેઆર ૮૨૧૮ નંબરની સ્વીફ્ટ કાર રોકી તલાસી લીધી હતી અને પૂછપરછમાં ફાયરિંગ કરનાર બન્ને શખ્સ મળી આવ્યા હતા. બન્નેની પૂછપરછ કરતા તેઓના નામ અનિરુધ્ધસિંહ સોઢા અને મુસ્તાક રફીક પઠાણ જણાવ્યા હતા. પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ જામગર પોલીસ હવાલે કર્યા હતા, હત્યા પાછળ કારણ અને અન્ય આરોપીઓ કોણ છે તે અંગે જામનગર પોલીસની તપાસ બાદ જ બહાર આવશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.