જામનગર : પત્રકારોને જવા નહીં દેતા નગરસેવિકાએ સિક્યુરિટી ઓફિસરનો કાઠલો પકડી લીધો હતો.
જામનગર મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠક હતી. પરંતુ સિક્યુરિટી ઓફિસર રાજભા પત્રકારોને જવા નહીં દેતા નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ તેનો કાઠલો પકડી લીધો હતો. તેમજ રાજભા સામે રોષ ઠાલવ્યો હતો. બાદમાં અન્ય નગરસેવકો દ્વારા બંનેને છૂટા પાડી મામલો થાળે પડ્યો હતો.