જસદણમાં ITI કરતા બે વિદ્યાર્થીઓ પર બે શખ્સોનો છરી વડે હુમલો, એકનું મોત, બીજાને ઇજા
જસદણઃ જસદણના સામાકાંઠા લાતીપ્લોટ વિસ્તારમાં બે શખ્સે છરી વડે ITI કરતા બે વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેમાં જસદણના આંબેડકરનગરમાં રહેતા કિરણ રમેશભાઇ પરમાર (ઉ.વ.૧૮)નું છરીના ઘા વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનો મિત્ર જયદીપ અનિલભાઇ પરમારને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી અને યુવકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. કિરણ અને જયદીપ બંને જસદણ ૈં્ૈંમાં અભ્યાસ કરતા હતા.
લાતીપ્લોટ વિસ્તારમાં મગનલાલ પ્રાણજીવન પટેલની દુકાન પાસે જ હુમલો થયો હતો. હુમલો કરનાર બંને શખ્સો કિરણ અને અનિલ ફરાર થઇ ગયા છે. કિરણને પીઠના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યું હતું. જ્યારે જયદીપને મોઢે અને હાથના ભાગે છરીના ઘા વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો હોસ્પિટલે ઉમટી પડ્યા છે. હુમલા પાછળ યુવતી કારણભૂત હોવાનું ચર્ચાઇ રહ્યું છે.