જનતા કર્ફ્યુ વચ્ચે અમદાવાદ શહેરની સાફ-સફાઈ
iLIa8IaoKDE
જનતા કર્ફ્યુ
અમદાવાદના તમામ વિસ્તારમાં કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તમામ ૧૪ જેટલા ફાયર સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. સેટેલાઇટ વિસ્તારમાં ઝાંસીની રાણીના મ્ઇ્જી બસ સ્ટેન્ડ પાસેથી આજે સવારે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે અમદાવાદ સહિત દેશભરમાં કોરોના વાઈરસને પગલે જનતા કર્ફ્યુ રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજે વહેલી સવારથી શહેરના તમામ વિસ્તારો તેમજ રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. બીજીતરફ કોરોના વાઈરસ વધારે ન ફેલાય અને કર્ફ્યુના કારણે લોકો ઘરે છે ત્યારે ફાયર સ્ટેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કેમિકલ સ્પ્રે છાટી અને ફ્યુમીગેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.