જનતા કર્ફ્યુ : ગુજરાતનું ધબકતું શહેર અમદાવાદ થંભી ગયું
vCkf91Xx72g
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચે સવારે 7થી રાતના 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુની જાહેરાત કરી છે. જેના પગલે ગુજરાત સહિત દેશભરમાં જનતા કર્ફ્યુને જન સમર્થન મળી રહ્યું છે. ગુજરાતના દરેક ખૂણે જનતા કર્ફ્યુને પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે. કચ્છથી લઇને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં તમામ લોકોએ ઘરમાં રહીને બંધને સમર્થન આપ્યું છે. ત્યારે ગુજરાતનું ધબકતું શહેર અમદાવાદ પણ થંભી ગયું છે. શહેરના તમામ રસ્તા સુમસામ બની ગયા છે.