
ગુજરાત સરકારે આજથી દરિયો ખેડવાની છૂટ આપવામાં આવી, સરકારે મોટો નિર્ણય
રખેવાળ, ગુજરાત
રાજ્યમાં કોરના વાયરસના સંક્રમણના કારણે રાષ્ટ્રીય લૉકડાઉન લાગુ છે ત્યારે ગુજરાત સરકારે દ્વારા રાષ્ટ્રીય લૉકડાઉનમાંથી માછીમારોને છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાત સરકારે આજથી દરિયો ખેડવાની છૂટ આપવામાં આવી છે. માછીમારો આજથી દરિયામાં જઈ શકશે. માછલી તેમજ ઝીંગાની હેરફેર માટે પણ સરકારે પરવાનગી આપી દીધી છે.
અશ્વીની કુમારે જણાવ્યું રાજ્યમાં ગંગાસ્વરૂપ જે બહેનો છે તેમના માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. ભારત સરકારના નિર્ણય મુજબ આ બહેનોને સરકાર તરફથી એપ્રિલ- મે દરમિયાન ૫૦૦ રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. આ બહેનોના એકાઉન્ટમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી પૈસા જમા કરાવવામાં આવશે.
પ્રાંતિજમાંથી સસ્તા અનાજનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમાં અમુક અસામાજિક તત્વો સમગ્ર પ્રક્રિયાને ડિસ્ટર્બ કરવામાં આવે છે. આ અનાજ અંગે એક કૌભાંડ ઝડપાયું છે. સાત લોકોની આ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે અને તેમને રાજ્યની જુદી જુદી જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટના ૬ એપ્રિલની છે, ટ્રકમાં માલ ભરીને જઈ રહેલા વ્યક્તિને ઝડપવામાં આવ્યા હતા.