ગુજરાત બજેટ : સોમનાથ અને દ્વારકા માટે વિમાન સેવા શરૂ થશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં રાજ્ય સરકારે યાત્રાધામો અને પ્રવાસનોને વિકસાવવા માટે પણ અનેક આયોજનો કર્યા છે. જેમા ખાસ કરીને કૃષ્ણનગરી દ્વારકાનો વિકાસ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકામાં કૃષ્ણલીલા દર્શાવતું મ્યુઝિયમ બનાવવા અને યાત્રાળુઓ માટે પ્રાથમિક સુવિધાઓ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર ૪.૫૬ કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે રૂ. ૯૬૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉપરાંત સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાન સેવા શરૂ કરવા માટે એક કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
 
વૈશ્વિક ઓળખ મેળવી ચુકેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કેવડીયા ખાતે મુલાકાત આવનાર પ્રવાસીઓની વિપુલ સંખ્યાને ધ્યાને લઇને વિવિધ સુવિધાઓ તેમજ આકર્ષણો વિકસાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના સંતુલિત અને આયોજનબદ્ધ વિકાસ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની સ્થાપના કરવામાં આવી છે. અહીં જંગલ સફારી, વિશ્વ વન, આરોગ્ય વન, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર્સ, ન્યુટ્રીશન પાર્ક, ઓકીડેરિયમ, ક્રોકોડાઇલ સેન્ટર વગેરેનું નિર્માણ કાર્ય હાથ ધરાયેલ છે. ઉપરાંત, મહિલા સ્વસહાય જૂથો મારફતે હર્બલ સાબુ બનાવવા, રોપાઓની જાળવણી જેવા રોજગારલક્ષી આયોજન કરવામાં આવ્યું છે જેના માટે કુલ રૂ.૩૮૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં આવેલા ધાર્મિક, ઐતિહાસિક અને પૌરાણિક યાત્રાધામો ખાતે યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવાના વિવિધ કામો હાથ ધરવા માટે રૂ. ૧૪૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલ આદિવાસીઓના આસ્થાના ધામ અનાવલ, કાવેરો – કાવેરી અને ગુપ્ત સરસ્વતી નદીના ત્રિવેણી સંગમ ખાતે વિવિધ સુવિધાઓ રૂ. ૧૦ કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
 
રાજ્યના અન્ય પ્રવાસન વિસ્તારોમાં શું થશે?
* અમરેલી ખાતે આંબરડી લાયન સફારી પાર્કના અદ્યતન વિકાસ માટે રૂ. ૫ કરોડની જોગવાઈ
* નડાબેટ સીમા દર્શન પ્રોજેકટ હેઠળ આંતર માળખાકીય સવલતો તથા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે રૂ. ૩૫ કરોડની જોગવાઈ
 
* બાલાસિનોર ડાયનાસોર ફોસીલ પાર્કના વધુ વિકાસ માટે રૂ.૧૦ કરોડની જોગવાઈ
 
* સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ ખાતે પ્રવાસી સુવિધાઓનો વિકાસ કરવા માટે રૂ. ૫ કરોડની જોગવાઈ
* વેળાવદર ખાતે કાળીયાર અભયારણ્યનો વિકાસ કરવા માટે રૂ. ૩ કરોડની જોગવાઈ
 
* ગિરનાર રોપ-વેની કામગીરી પીપીપીના ધોરણે વિકસાવવા માટે રૂ
* ૧૩૦ કરોડના કામો હાથ ધરવામાં આવેલ છે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.