ગુજરાત બજેટ : બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવાનો સરકારનો પ્રયાસ

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરઃ આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે ૨.૧૦એ બજેટ શરૂ થયું છે. નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ ૨૦૨૦-૨૧નું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવાનો સરકારનો પ્રયાસ કર્યો છે અને દર વર્ષે પ્રત્યેક પરિવારને ૧૨ કિલો તૂવેર દાળ આપશે જેનો ૬૬ લાખ લોકોને લાભ મળશે. આ ઉપરાંત હવે ગુજરાત સરકાર ગાયો પાળવા માટે એક ગાયે વાર્ષિક રૂ. ૧૦૮૦૦ આપશે એટલે ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ.૯૦૦ અપાશે. ખેડૂતોને ખુશ કરતો નિર્ણય લઈને પાકવીમા યોજના સરકારે મરજીયાત કરી છે. તેમજ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ ૭૪૨૩ કરોડની ફાળવણી કરી છે. ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૮ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. જ્યારે બીજા ક્રમે ૭વાર બજેટ રજૂ કરનારા નીતિનભાઈ પટેલ છે અને તેઓ ૮મી વાર બજેટ રજૂ કરીને રેકોર્ડ કર્યો છે. રાજ્યમાં જીએસટીના કારણે રાજ્યની આવક ઘટના સરકાર માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.
 

                              બજેટની હાઈલાઈટ્સ

 • નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ હવે ૭૫ વર્ષથી વધુના વૃદ્ધોને રૂ. ૭૫૦ને બદલે રૂ.૧૦૦૦ની સહાય ચૂકવાશે
 • ૮૦ ટકાથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક રૂ.૬૦૦ની જગ્યાએ રૂ.૧૦૦૦ની સહાય ચૂકવાશે
 • વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ. ૨૧૬૦ કરાશે
 • ક્લાઈમેટ ચેન્જ માટે ૧૦૧૯ કરોડ ની જોગવાઈ
 • મહિલા બાળ વિકાસ માટે ૩૧૫૦ કરોડ ની જોગવાઈ
 • ઉદ્યોગ અને ખાણ માટે ૭૦૧૭ કરોડની જોગવાઈ
 • કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે રૂ ૭૪૨૩ કરોડ
 • પાણી પુરવઠા માટે ૪૩૧૭ કરોડ ની જોગવાઈ
 • રૂ. ૨,૧૭,૨૮૭ કરોડનું વર્ષ ૨૦૨૦-૨૧ માટેનું બજેટ
 • કુટીરગ્રામ ઉદ્યોગ માટે ૪૧૧ કરોડની જોગવાઈ
 • ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ માટે રૂ ૧૩૯૧૭ કરોડ
 • બંદર વાહન વ્યવહાર માટે ૧૩૯૭ કરોડ
 • કૃષિ, ખેડૂત, અને સહકાર માટે ૭૪૨૩ કરોડ જોગવાઈ
 • માનવ કલ્યાણ યોજના નાના અને નબળા વર્ગ માટે ૪૮ કરોડ
 • વાજપાયી બેંકેબલ યોજના માટે ૪૧૧ કરોડ
 • પ્રવાસન ૪૮૦ કરોડની જોગવાઈ
 • માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કેસમાં રૂ.૫૦ હજારની જગ્યાએ રૂ.૧ લાખનું વિમા કવચ
 • જળસંપતિ વિભાગ માટે ૭૨૨૦ કરોડ ની જોગવાઈ
 • શિક્ષણ વિભાગ માટે ૩૧ ૯૫૫ કરોડ ની જોગવાઈ
 • આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે ૧૧ ૨૪૩ કરોડ ની જોગવાઈ
 • સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ માટે ૪૩૨૧ કરોડ ની જોગવાઈ
 • આદિ જાતિ વિકાસ વિભાગ માટે ૨૬૭૫ કરોડ ની જોગવાઈ
 • સ્ટેચ્યુ ઓફ યુનિટી ૩૮૭ કરોડ ની જોગવાઇ
 • ખેડૂત તેના ખેતરમાં એનએ કરાવ્યા વિના ગોડાઉન બનાવી શકશે, તે માટે સરકાર ખેડૂત દીઠ ૨૦ હજારની સહાય કરશે
 • ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ને પ્રોત્સાહન આપવા માટે ગાય દીઠ રૂ. ૯૦૦ અને વાર્ષિક ૧૦૫૦૦ સહાય ની જાહેરાત
 • ખેડૂતને ગાયદીઠ નિભાવ ખર્ચ માટે માસિક રૂ.૯૦૦ અપાશે
 • પવિત્ર યાત્રાધામ ૧૪૭ કરોડ
 • શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે ૧૩ ૪૪૦ કરોડ ની જોગવાઈ
 • શ્રમ અને રોજગાર વિભાગ માટે ૧૪૬૧ કરોડ ની જોગવાઈ
 • કૃષ્ણ નગરી દ્વારિકાનો વિકાસ ૯૬૨ કરોડ
 • માર્ગ મકાન વિભાગ માટે ૧૦૨૦૦ કરોડ ની જોગવાઈ
 • સૂપોષણ ગુજરાત માટે રૂ ૨૦૦૦ કરોડ
 • સોમનાથ અને દ્વારિકાની એક જ દિવસમાં મુલાકાત લઈ શકાય તે માટે વિમાનસેવા સારું કરવા ૧ કરોડ
 • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે ૧૩૯૭ કરોડ ની જોગવાઈ
 • ઉર્જા અને પેટ્રો કેમિકેલ વિભાગ માટે ૧૩૯૧૭ કરોડ ની જોગવાઈ
 • ખેડૂતો ને રાહત દરે વિજ પુરવઠો મળે તે માટે રૂ ૭૩૮૫ કરોડ સબસિડી
 • ઉડાન યોજના પોરબંદર, મુન્દ્રા,ભાવનગર, અને જામનગરની એર કનેક્ટિવિટી અને કેવડિયા સાબરમતી અને શેત્રુંજય ને વોટરડ્રોમથી જોડવા ૪૫ કરોડ
 • રાજપીપળા, અમરેલી,કેશોદ, મહેસાણા એરપોર્ટ ડેવલોપમેન્ટ માટે ૨૫ કરોડ
 • રાજ્ય ની ૫૦૦ શાળા ને સ્કૂલ ઓફ એક્સઅલેન્સ બનાવા ૨૫૦ કરોડ ની જોગવાઈ
 • વન પર્યાવરણ વિભાગ ૧૭૮૧ કરોડ ની જોગવાઈ
 • વન રક્ષણ અને સંવર્ધન માટે ૨૮૧ કરોડ
 • ય્જં ની ઓછી આવકની અસર બજેટ માં દેખાઈ, નવી યોજનાઓ નહીં અને ગત વર્ષ કરતા માત્ર ૧૫૦૦૦ કરોડ જ વધુનું બજેટ
 • સર્પ સંશોધન કેન્દ્ર ધરમપુરના વેળાવદર ખડમોર પક્ષી સંવર્ધન
 • દીપડાને રેડિયો કોલર લગાવવા અને આદિવાસી વિસ્તારમાં ડ્રેગન ફ્રુટ ઉછેર માટે ૧૦ કરોડ
 • ગૃહ વિભાગ માટે ૭૫૦૩ કરોડ
 • વિશ્વાસ પ્રોજેક્ટ માટે સીસીટીવી ૧૧૧ કરોડ
 • મહિલાની સુરક્ષા માટે સેફ સીટી પ્રોજેક્ટ ૬૩ કરોડ નિર્ભયા ફંડ
 • પોલીસ આવાસ માટે ૨૮૮ કરોડ
 • અન્ન અને નાગરિક પુરવઠા માટે ૧૨૭૧ કરોડ

 • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.