ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમમાં ૨૨૦૦ બસ,અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ગુજરાત
ગુજરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને લઇ જવા અને મુકવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં લોકોને લાવવા માટે ST બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. GPS સિસ્ટમથી સજ્જ ૨૨૦૦ ST બસ કાર્યક્રમમાં મુકાશે. જોકે ૨૨૦૦ ST બસ મુકાતા દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
 
‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમમાં મોટેરા સ્ટેડિયમને દર્શકોથી ભરવા માટે એસ ટી નિગમની નવી સીરીઝની ૨૨૦૦ બસો દોડાવવામાં આવશે. દરેક વિભાગમાં અને મધ્યસ્થ કચેરી ખાતે ખાસ કંન્ટ્રોલ રૂમ ઉભા કરાશે. સમગ્ર એસ ટી બસોનું જીપીએસ સિસ્ટમથી મોનીટરીંગ કરવામા આવશે. આ ઉપરાંત એસ ટી બસ સુપ્રત કર્યા બદલની અને વાહન રીલીવ કર્યા બાદ રૂટ સુપરવાઇઝરની સહી લેવાની રહેશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.