ગુજરાતમાં કોલ્ડવેવ માટેની ચેતવણી : ઠંડીમાં વધારો થશે
અમદાવાદ : જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા અને દેશના કેટલાક ભાગોમાં વરસાદ વચ્ચે ફરીએકવાર કોલ્ડવેવની Âસ્થતિ જાવા મળી રહી છે. બીજીબાજુ હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવ જાવા મળી શકે છે જેથી ઠંડીનો ચમકારો ફરીએકવાર વધશે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થનાર નથી પરંતુ ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. આજે નલિયામાં લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો ફરીએકવાર ગગડી ગયો છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પારો ૬થી ૧૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. અમરેલીમાં આજે પારો ગગડીને ૧૧.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. અમદાવાદમાં આજે પારો ૧૨.૧ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસામાં ૧૧.૨, ગાંધી નગરમાં ૧૧.૨, વડોદરામાં ૧૫.૮, ભાવ નગરમાં ૧૪.૬, કંડલા એરપોર્ટ ખાતે ૧૦.૧, નલિયામાં ૬.૫, મહુવામાં ૧૨ ડિગ્રી પારો રહ્યો હતો.