
ગુજરાતમાં કોરોનાના 68 પોઝિટિવ કેસ, 5ના મોત
અમદાવાદઃ
દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 68 થયા છે. જ્યારે અત્યારસુધીમાં કુલ 5ના મોત નીપજ્યાં છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. દેશભરમાં આજે લોકડાઉનનો છઠ્ઠો દિવસ છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લોકાડાઉનની અસર જોવા મળી છે. જોકે ઘણા ભાગો હજી પણ એવા છે જ્યાં લોકડાઉનની ગંભીરતા જોવા મળતી નથી. ત્યાં પોલીસ લોકોને સમજાવીને લોકડાઉન પાળવા સમજાવી રહી છે.
ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. જેમા ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.