ગુજરાતમાં કોરોનાના વધુ ૬ નવા કેસ, કુલ ૫૩ કેશ નોંધાયા

ગુજરાત
ગુજરાત

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૫૩ પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૩ લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. વડોદારમાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં ૫ એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં ૧૫, વડોદરામાં ૯, રાજકોટમાં ૮, સુરત અને ગાંધીનગરમાં ૭-૭ કેસ જ્યારે કચ્છ અને ભાવનગરમાં ૧-૧ કેસ નોંધાયા છે. 
ઇન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધશેઃ જયંતિ રવિ 
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.