ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ વિભાગે લીધો મોટો નિર્ણય

ગુજરાત
ગુજરાત

ગુજરાત
 
ગુજરાતમાં કોરોના વાયરસના તાંડવ વચ્ચે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. હાલ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે, જેના કારણે ચાલું વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામમાં થોડું મોડું થઈ શકે છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય મુજબ આગામી સૂચના ન મળે ત્યાં સુધી બોર્ડની પરીક્ષાના મધ્યસ્થ મુલ્યાંકન કેન્દ્રોની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
 
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ ડી.એસ.પટેલે એક પરીપત્ર જાહેર કરી અને મુલ્યાંકન કેન્દ્રના નિયામકને આ નિર્ણય અંગેની જાણકારી આપી છે. અગાઉ ૨૧-૩-૨૦૨૦થી ૩૧-૩-૨૦૨૦ સુધી બોર્ડના પેપરની મુલ્યાંકનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હવે આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ કામગીરી સ્થગિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
 
સરકારે લૉકડાઉનના પગલે શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. આ સાથે જ સરકારે મુલ્યાંકન કેંદ્રો બંધ રાખી અને કેંદ્રો પર આગ, પાણી, ઉધઈ વગેરેથી કોઇ નુકશાન ન થાય તેવુ ધ્યાન રાખવુ જરૂરી પોલીસ પ્રોટેકશન પણ રાખવા આદેશ આપ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.