ગુજરાતમાં આજે વધુ ૩ પોઝિટિવ કેસ, કુલ ૩૩ કેસ નોંધાયા

ગુજરાત
ગુજરાત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના ખતરનાક પ્રસાર થઈ ગયો છે. આજે વધુ ત્રણ ૩ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ છેલ્લા ૬ દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો ૩૩એ પહોંચ્યો છે. જેમાંથી એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે. આ અંગે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતીએ રવિએ જણાવ્યું કે, દરરોજ સાંજે મુખ્યમંત્રી સાથે હાઈપાવર કમિટીની બેઠક મળશે. અત્યાર સુધીમાં ૧૦ લાખ લોકોનો સર્વે કર્યો છે. તેમજ ૧૧ હજાર ૧૦૮ લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. તેની સાથે સાથે ૧૫૮૩ આઇસોલેશન બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને ૬૦૯ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં ૧૫૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.
 
જેને કારણે સંપૂર્ણ રાજ્યમાં ૩૧ માર્ચ સુધી સરકારે લૉકડાઉન કરી દીધું છે. સમગ્ર રાજ્યમાં કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. લોકો માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. લૉકડાઉનનું ચુસ્ત પાલન માટે પોલીસ ઉપરાંત એસઆરપીની ૬ કંપની, રેપિડ એક્શન ફોર્સની ૪ કંપની પણ રાજ્યમાં તહેનાત રહેશે. પોલીસે ગુજરાતના તમામ  જિલ્લાની અને રાજ્યની અન્ય રાજ્યો સાથેની બોર્ડર સીલ કરી દીધી છે. આ લૉકડાઉનમાં દવાઓ, કરિયાણુ, દૂધ અને શાકભાજી, ફળ, ઇંધણના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના વાહનોને મુક્તિ અપાઈ છે. આ સાથે જીવનજરૂરીયાતની ચીજવસ્તુની દુકાન પણ ચાલુ રહેશે. આ ઘટનાક્રમ વચ્ચે આજે સવારથી રસ્તા પર જઈ રહેલા લોકોને પોલીસ અટકાવીને પૂછપરછ કરી રહી હતી. જેમાંથી કામ વિના બહાર નીકળી રહેલા લોકો સામે પોલીસ પગલા ભરી રહી છે.
 
૯૦ કલાકમાં ૧૪૦૦ ટકા કેસ વધ્યાં ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ ભયાનક સ્તરે પહોંચી ગયો છે, ૨૪ જ કલાકમાં ૧૨ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હવે સંખ્યા ૩૦ પર પહોંચી ગઇ છે. છેલ્લા ૯૦ કલાકમાં જ આશરે ૧૪૦૦ ટકા કેસ વધ્યા છે. સૌથી વધુ ૧૩ કેસ અમદાવાદમાં મળ્યા છે. આ સ્થિતિ જોતા હવે સમગ્ર રાજ્યમાં ૩૧ માર્ચ સુધી લૉકડાઉન જાહેર કરાયું છે. તેનું કડકાઈથી પાલન કરાશે. આ મહામારીથી બચવાનો એક જ વિકલ્પ છે કે આપણે પોતાને સુરક્ષિત રાખીએ. પોતાના ઘરમાં જ રહીએ અને બને ત્યાં સુધી બીજા લોકો સાથે અંતર જાળવીએ.
નિયમપાલન સારી રીતે કરશો તો ૩૧મી સુધી આપણે જીતી જઈશું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ હાઉસથી વીડિયો કોન્ફરન્સ દ્વારા વિવિધ હોસ્પિટલમાં દાખલ કોરોના પીડિત દર્દી સાથે વાત કરી અને તેમની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી તથા તેમનો જુસ્સો વધાર્યો હતો. સીએમે કહ્યું કે ગુજરાતમાં કોરોના બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે છે. તેનાથી બચવાનો એક જ ઉપાય છે કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને લોકો ઘરમાંથી બહાર ના નીકળે. નિયમનું પાલન કરશે તો ૩૧મી સુધી આપણે આ વાઈરસને કંટ્રોલ કરી લઈશું.
 
ગુજરાતમાં ૧૯થી ૨૩ માર્ચ સુધી પોઝિટિવ કેસ  ૦થી ૩૦ થયા એટલે ૧૪૦૦% વધ્યા છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૨ નવા કેસ સાથે ગુજરાતમાં ૩૦ કેસ નોંધાયા છે. ગુજરાતમાં ૧૯થી ૨૩ માર્ચ સુધીમાં ૧૪૦૦ ટકા પોઝિટિવ કેસ વધ્યાં. સોમવારે મળેલા ૧૨ નવા કેસમાં ૬ કેસ તો ચેપગ્રસ્ત દર્દીને કારણે લાગેલા ચેપના છે. એટલે હવે ગુજરાતમાં એક વ્યક્તિથી બીજા વ્યક્તિને ચેપ લાગવાનું ખતરનાક સ્ટેજ શરૂ થઈ ગયું છે એટલે સતર્ક રહેવાની જરૂર છે. અમદાવાદ-વડોદરા અત્યંત સંવેદનશીલઅમદાવાદ અને વડોદરા કોરોના માટે સૌથી સંવેદનશીલ છે. વિદેશમાંથી સૌથી વધુ લોકો અહીં આવ્યા છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં ૧૩ કેસ મળ્યા છે. માત્ર સોમવારે જ ૬ કેસ મળ્યાં હતા. વડોદરામાં પણ સોમવારે ૩ નવા કેસ નોંધાયા છે. બંને શહેરોમાં લોકલ ટ્રાન્સમિશનની સંખ્યા પણ વધી છે.  હવે લૉકડાઉનથી નહીં માનો તો કર્ફ્યૂ જ વિકલ્પ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં પણ લૉકડાઉન હતું પરંતુ લોકો રસ્તા પર નીકળી આવતા હતા. આથી ત્યાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધવા લાગી. ત્યારપછી બંને રાજ્યોમાં સખ્ત કર્ફ્યૂની જાહેરાત કરવી પડી. જો ગુજરાતમાં લૉકડાઉનને ગંભીરતાથી લોકો નહીં લે તો પોલીસ કડકાઈથી કર્ફ્યૂનું પાલન કરશે.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.