
ગુજરાતમાં આજે નવા ૪૫ કેસ નોંધાયા જેમાંથી ૩૧ અમદાવાદના, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી ૬૨૩ થયા
અમદાવાદ : એક તરફ રાજ્યમાં કોરોનાના દર્દીનો આંક સતત વધી રહ્યો છે. રાજ્યના ૨૦ જિલ્લા કોરોનાના ભરડામાં આવી ગયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૬૨૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં ૪૫ નવા કેસ નોંધાયા છે. જેમાંથી ૩૧ કેસ અમદાવાદમાં, ૯ સુરતમાં , ૨ મહેસાણામાં તેમજ ભાવનગર, ગાંધીનગર અને દાહોદમાં ૧-૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૯૯૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી ૭૯ પોઝિટિવ અને ૧૯૧૭ નેગેટિવ ટેસ્ટ આવ્યા છે. જોકે નોંધનીય છેકે, વડોદરામાં નવા ૫ પોઝિટિવ કેસ નોંધાયા છે.