ગુજરાતમાં આગામી ૪ દિવસમાં ઠંડીનું જોર ફરી વધશે

ગુજરાત ભરમાં આગામી ૪ દિવસમાં ઠંડીનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુરુવારથી તાપમાનમાં ૩થી ૪ ડિગ્રી સુધી ગગડી શકે છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં હાલ પવનની દિશા ઉત્તર પશ્ચિમની છે. અપરએર સરક્યુલેશનના કારણે રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ આગામી ૨૪ કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં રાજ્યમાં ફરીથી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

મંગળવારે અમદાવાદમાં સવારથી ઠંડા પવનો દિવસ દરમિયાન ચાલુ રહેતાં શહેરમાં ઠંડીનો ચમકારો વધ્યો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં અઢી ડિગ્રી ગગડીને ૨૬.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ૪.૩ ડિગ્રી વધીને ૧૭.૨ ડિગ્રી નોંધાયું હતું. બુધવારે બપોર પછી અમદાવાદમાં ઠંડી વધવાની શક્યતા છે.

સોમવારે રાત્રે ૮ઃ૩૦થી મંગળવારે સવારે ૮ઃ૩૦ સુધી ગુજરાતભરમાં ૧૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. જેમાં અમરેલી ખાતે ૧૨.૮ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૨ ડિગ્રી સુધી તાપમાન જઇ શકે છે.