ગુજરાતમાં અત્યારસુધીમાં ૯૮ કેસ નોંધાયા, પાટણ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો, અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં
અમદાવાદ : ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. પ્રથમ ૮ દિવસમાં ૪૪ કેસ તો બીજા ૮ દિવસમાં ૪૮ પોઝિટિવ કેસ થયાં છે. અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ ૯૮ કેસ નોંધાયા છે. મુંબઇથી પરત ફરેલા પાટણના એક યુવકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ મૃત્યાંક ૯એ પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. અમદાવાદ કોરોનાના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયું છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોને ક્લસ્ટર ક્વારન્ટીન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હજી અનેક લોકો કાયદાનો ભંગ કરી રહ્યાં છે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.