ગુજરાતઃ સિંચાઇનું પાણી આપવાના દિવસો વધ્યાં, ખેડૂતોને રાહત.
ગુજરાતમાં ઉનાળુ પાક માટે પાણી આપવાની સમય મર્યાદામાં ગુજરાત સરકારે જાહેરાત કરી છે. ખેડૂતોને વધુ ૨૦ દિવસ પાણી આપવામાં આવશે આમ તો, પહેલા ૩૧ માર્ચ સુધી જ પાણી આપવા સરકારે નિર્ણય કર્યો હતો. નોંધનિય છે કે, ૩૧ માર્ચ સુધી જ પાણી આપવા સરકારે પરિપત્ર કર્યા થરાદ ધારાસભ્ય સહિતનાએ નાયબ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા સહિત ગુજરાતભરના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. નાયબ મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, ઊનાળુ પાક માટે વધુ સમય પાણી આપવામાં આવશે. ખેડૂતોને વધુ ૨૦ દિવસ પાણી આપવામાં આવશે આમ તો, પહેલા ૩૧ માર્ચ સુધી જ પાણી આપવા સરકારે નિર્ણય કર્યો હતો.