ગુજરાતઃ મહિલા પર ફેંક્યો એસિડ, પલવારમાં આરોપી થયો ફરાર
ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓ ઉપર એસિડ ફેંકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. વલસાડના ઉમરગામમાં બાઈક પર આવેલા શખ્સે મહિલા પર એસિડ ફેક્યું હતુ. મહત્વનું છે કે, છપાક ફિલ્મ દ્વારા દીપીકા પાદુકોણે ઘણા પ્રયાસ કર્યા અને એસિડ એટેક પીડિતાઓ પણ આ મામલે આગળ આવી પરંતું પુરૂષોનો અહંકાર ગણો કે, નઠોરતા એસિડ ફેંકવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે.
વલસાડ જીલ્લાના ઉમરગામમાં મહિલા ઉપર એસિડ એટેકની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. બાઈક પર આવેલા એક શખ્સે મહિલા પર એસિડ ફેંકી પળવારમાં ફરાર થયો હતો. સદનસીબે એસિડ મહિલાના કપડા પર પડતા આબાદ બચાવ થયો હતો. આ મામલે મહિલાએ ઉમરગામ પોલીસે ફરિયાદ કરી છે. પોલીસે બાઈક ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.