ગુજરાતઃ દવાના ભાવોમાં નિયંત્રણ અને એકરૂપતા લાવવા ‘પ્રાઈઝ મોનિટરીંગ એન્ડ રિસોર્સીસ યુનિટ’ ગુજરાત સેલનો પ્રારંભ થશે

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર
રાજ્યના છેવાડાના નાગરિકોને પણ ગુણવત્તા યુક્તદવાઓ વ્યાજબી ભાવે મળી રહે તેવા આશયથી રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા નવી પહલ કરવમાં આવી છે. દવાના ભાવોમાં નિયંત્રણ અને એકરૂપતા લાવવા માટે ‘પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનીટ’(ઁસ્ઇેં)ના ગુજરાત સેલનો આવતીકાલે અમદાવાદ ખાતેથી પ્રારંભ કરવામાં આવશે. કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખ માંડવીયા અને નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી(દ્ગઁઁછ)ના અધ્યક્ષા સુભ્રા સિંઘની ઉપસ્થિતિમાં આ યુનિટને ખુલ્લું મુકાશે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર દ્વારા આવતીકાલે તા.૨૮મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ અમદાવાદ ખાતે સવારે ૧૦ઃ૦૦ કલાકે પ્રાઇઝ મોનીટરીંગ એન્ડ રીસોર્સીસ યુનીટ્સ(ઁસ્ઇેં)ના ગુજરાત સેલનો પ્રારંભ કરાશે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું છે. કોશિયાએ કહ્યું કે, આ યુનિટની સ્થાપના થવાથી ગુજરાતના દવા ઉત્પાદકોને ભાવોમાં એકરૂપતા લાવવા માટે સ્થાનિક સવલત ઊભી થશે અને નાગરિકોને વિવિધ પ્રકારની દવાઓ સરળતાથી અને નિયંત્રિત વ્યાજબી ભાવે મળવામાં પણ અસરકારક સાબિત થશે.ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ પ્રસંગે દવા ઉત્પાદકો-વિતરકો અને વપરાશકારોમાં જાગૃતી લાવવાના હેતુથી ‘અવેલેબીલીટી, એક્સેસીબીલીટી એન્ડ અફોર્ડેબીલીટી ઓફ મેડીસીન ફોર ઓલ’ વિષય પર એક દિવસીય પ્રાદેશિક સેમિનારનું આયોજન કરવામાં અમદાવાદ ખાતે આવતીકાલે આવ્યું છે. જેમાં દેશના પાંચ રાજયોના આધિકારીઓ તેમજ રાજ્યના દવા ઉત્પાદકો અને વિતરકો ભાગ લેશે.આ સેમિનાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, અધ્યક્ષા સુભ્રાસિંઘ (ૈંછજી) ઉપરાંત મેમ્બર સેક્રેટરી રિતુ ઢિલ્લોન અને મોનીટરીંગ એન્ડ ઇન્ફોર્સમેન્ટ ડાયરેકટર રાજેશ અગ્રવાલ પણ હાજર રહેશે. તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ તથા બીજા પાંચ રાજ્યોના અધિકારીઓને પણ નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી(દ્ગઁઁછ) દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.
આ સેમિનારમાં ભારત સરકારના મિનીસ્ટ્રી ઓફ કેમિકલ એન્ડ ફર્ટીલાઇઝર હ્સ્તક ડીપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટીકલ હેઠળ કાર્યરત નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી(દ્ગઁઁછ)નાં આર્થિક સહયોગથી ગુજરાતમાં ડ્રગ પ્રાઇઝ કન્ટ્રોલ ઓર્ડર(ડ્ઢઁર્ઝ્રં)ના અસરકારક અમલીકરણ માટે અને રાજ્યના છેવાડાનાં નાગરિકોને ગુણવત્તાયુક્ત દવાઓ વ્યાજબી ભાવે મળી રહે તે માટે નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી સેલની સ્થાપના કરવામાં આવી છે. આ યુનીટ્સના ગુજરાત સેલનું મુખ્ય મથક ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર ખાતેની કચેરીમાં રહેશે.આ પ્રસંગે કેન્દ્રિય કેમીકલ એન્ડ ફર્ટીલાઇઝર તથા શીપીંગ મંત્રાલયના મંત્રી મનસુખ માંડવીયા તથા નેશનલ ફાર્માસ્યુટીકલ પ્રાઇઝીંગ ઓથોરીટી(દ્ગઁઁછ)ના અધ્યક્ષા સુભ્રા સિંઘ ઉપરાંત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ એસ. રવિ, મેનેજીંગ ડાયરેક્ટર ડૉ. સુમનરત્નમ તથા રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે ઉપસ્થિત રહેશે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.