
ગુજરાતઃ આ શહેરમાં બસમાં ચડતી વખતે ટાયરમાં આવી જતાં વિદ્યાર્થીનું મોત
ગુજરાત સહિત દેશમાં માર્ગ અકસ્માતોના કિસ્સાઓ અનેક વખત બનતા હોય છે ત્યારે વધુ એક કિસ્સો હળવદના ઢવાણા ગામે બન્યો છે. જ્યાં એક વિદ્યાર્થીને સ્કૂલબસે જ કચડ્યો હતો. જેના પગલે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગામ લોકોના ટોળા એકઠાં થયા હતા હતા. ઉલ્લેખનીય છે કે, આમ ડ્રાઈવરની ઉતાવળના કારણે એક વિદ્યાર્થી મોતને ભેટ્યો હતો જ્યારે એક પરિવારનો ચિરાગ બુજાયો હતો.
હળવદના ઢવાણા ગામમાં જયપાલ નામનો વિદ્યાર્થી નવનિર્માણ શાળામાં પાંચમાં ધોરણાં અભ્યાસ કરતો હતો. આજે ગુરુવારે સ્કૂલ જવાના સમયે સ્કૂલ બસમાં જવા માટે નીકળ્યો હતો. જ્યારે બસ ઘનશ્યામપુર ગામે ઉભી રહી હતી ત્યારે જયપાલ નાસ્તો લેવા માટે ઉતર્યો હતો. જ્યારે નાસ્તો લઈને જયપાલ સ્કૂલબસમાં ચડવા માટે જતો હતો ત્યારે બસના ડ્રાઈવરે ઉતાવળ કરી અને બસ હંકારી હતી. જેના પગલે જયપાલ નીચે પડ્યો હતો અને બસના પાછલા ટાયરમાં આવી જતાં ચકદાઈ મોત નીપજ્યું હતું. ઘટનાથી અન્ય વિદ્યાર્થીઓમાં પણ ભય ફેલાયો હતો.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બીજી તરફ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો એકત્ર થયા હતા. અને વિદ્યાર્થીના મોતના પગલે પરિવારજનોમાં માતમ છવાયો હતો. નવનિર્માણ શાળાના સંચાલકો સામે પરિવારમાં રોષ ફેલાયો હતો. પરિવારજનોનો આક્ષેપ છે કે, શાળાની બેદરકારી હોવા છતાં અમને મળવા આવ્યા નથી. અને જાણ પણ કરી નથી. પરિવારજનોએ સ્કૂલની બેદરકારી સામે અનેક સવાલો ઉઠાવ્યા હતા