ગીર બરડા અને આલેચમાં વસતા માલધારીઓના બંધારણીય હક્ક છીનવાતા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને જગાડવાનો પ્રયાસ

ગુજરાત
ગુજરાત

રખેવાળ ન્યુઝ વડાવલ
ગીર બરડા અને ભારતમાં વસતા માલધારીઓ જેવાકે  રબારી ભરવાડ તથા ચારણ સમાજને સરકારની જોગવાઈ મુજબ સરકાર દ્વારા અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે પરંતુ ગુજરાતની ભાજપ સરકારે સરકારી નોકરીની ભરતીમાં આ વિસ્તારના ઉમેદવારોને અન્યાય કરી બાકાત રાખવામાં આવ્યા છે. જેને લઇ સમગ્ર ગુજરાતમાં માલધારી સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.માલધારી સમાજ દ્વારા પોરબંદરમાં સતત ૬૭ દિવસથી જ્યારે ગાંધીનગરમાં ૪૩ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. સમાજના બંધારણીય હક્કો છીનવાઈ રહ્યા હોય તે માટે માલધારી સમાજના મ્યાંજરભાઈએ સમાજ અને પોતાના બાળકોને થઈ રહેલા અન્યાયને લઈ જીવ ગુમાવ્યો તેમ છતાં રાજ્યની ભાજપ સરકારની ઉંઘ ઉડતી નથી જેને લઇ માલધારી સમાજના યુવાન આગેવાન જીવરાજભાઈ આલ  દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને જગાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે. અગાઉ ફેસબુક ના માધ્યમથી જીવરાજભાઇ આલ દ્રારા અનેક સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી છે. જેમાં લાખણી તાલુકામાં બે વામનભાઈઓ માટે સોશિયલ મીડિયા દ્વારા સરકારમાં રજૂઆત કરી તેમણે રહેવા માટે મકાન તથા અભ્યાસ માટે તાત્કાલિક સરકારી મદદ કરી હતી.આ ઉપરાંત રાપરમાં એક માલધારીના ઘેટાઓ ખોરાકી ઝેરના કારણે મોતને ભેટતા માલધારી કંગાળ બની ગયો હતો તે સમયે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી  ઇ પેમેન્ટ દ્વારા અનેક સેવાકીય માણસોના સહયોગથી રૂપિયા બે લાખ ઉપરાંતનું ડિજિટલ પેમેન્ટ ભેગુ કરી માલધારીને સહાય કરી હતી આવા અનેક સોશિયલ મીડિયાથી સેવાના કાર્યો કરવામાં આવ્યા છે ત્યારે ગીર બરડા અને આલેચ ના માલધારીઓના બંધારણીય હક છીનવાઈ રહ્યા છે. જેને લઇ ૧૭ ફેબ્રુઆરીના રોજ સોશીયલ મીડીયાના માધ્યમ દ્વારા સરકાર સામે કાળો દિવસ જાહેર કરી ડિજિટલ માલધારી મહામેળો કરવામાં આવનાર છે .સમાજ અને રાષ્ટ્રની કોઈ નુકસાન થાય સમાજના દિકરા દિકરીઓ વડીલો યુવાનો ઘરની બહાર નીકળ્યા વગર ઓફીસમાં બેઠા બેઠા ધંધાકીય કાર્યકર્તા  અને ગમે તે જિલ્લા શહેર રાજ્ય કે દેશના ગમે તે ખૂણાથી સમાજના ડિજિટલ આંદોલનમાં જોડાઈ સમર્થન આપવાનું રહેશે.જેથી કરી ગુજરાતની ભાજપ સરકારને પણ ઉંધ ઉડે અને માલધારી સમાજ ને સાચો ન્યાય મળે તે માટે તારીખ ૧૭ ફેબ્રુઆરી સોમવારના રોજ રાત્રે ૮ઃ૧૫ કલાકે સોશિયલ મીડિયામાં જીવરાજ આલ નામના ફેસબુક પેજ પર લાઈવ થઈ સરકાર ને જગાડવા એક નવતર અભિગમ લઈને આવેલ વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત ના અધ્યક્ષ જીવરાજભાઈ આલ ને સમગ્ર માલધારી સમાજ મદદરૂપ થઇ તેમની ફેસબુક પેજ પર ૧૭ ફેબ્રુઆરી અને રાત્રે ૮ ઃ૧૫ કલાકે લાઇવ ના આ અભિયાનમાં જોડાવા દરેકને અનુરોધ કરાયો છે આ ફેસબુક લાઇવ અભિયાન માં જોડાવવા સમાજ ના સંતો મહંતો ભુવાજીઓ સહિત સામાજીક આગેવાનો દ્રારા પણ આહવાન કરવાં આવી રહયુ છે.
ગતરોજ રાજ્ય સરકારે એક ૧-૮-૨૦૧૮નો પરિપત્ર રદ કરવાની ફરજ પડી જેમાં સૌપ્રથમ એલઆરડીની ભરતીમાં ઓબીસી મહિલાઓને થયેલા અન્યાય ને લઇ  વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ  જીવરાજભાઈ આલ દ્રારા પ્રથમ અવાજ ઉઠાવ્યો હતો.બનાસકાંઠા જિલ્લાની છ જેટલી મહિલાઓ પાસ થયેલી હતી.પરંતુ ૧-૮-૨૦૧૮ ના પરીપત્ર ને લઈ ને તેમને અન્યાય થઇ રહયો હતો.જેથી જે મહિલાઓને સાથે રાખી સૌપ્રથમ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.