ગાંધીનગરમાં ધોળા દિવસે વેપારીનું અપહરણ.
ગાંધીનગરમાં વેપારી ધર્મેન્દ્રસિંહ રાઓલનું ગાંધીનગરના સેક્ટર૨૫માંથી અપહરણ થયું છે. તેઓ એક કેસમાં આરોપી તરીકે ફસાયા હતા. અંગત અદાવતના કારણે આ અપહરણ થયું હોવાની ઘટના છે. જોકે, પાટનગરમાં ધોળે દિવસે ચાકૂની અણીએ ગંભીર ગુનો બનતા હાહાકાર મચી ગયો છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જ્યારે તેઓ બાળકોને શાળાએ મૂકી પરત આવી રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ થયું હતું. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગાંધીનગરના સેક્ટર ૨૫માં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઇ છે. કેટલાક લોકોએ બ્લુ કલરની કારમાં આવી અને એક યુવકને ચાકૂની અણીએ જબરદસ્તી અપહરણ કરી કારમાં બેસાડી દીધો હોવાના વીડિયોથી પાટનગરની કાયદો અને વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.