ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં ૫ લોકોનાં મોત, ૧૨ ઇજાગ્રસ્ત
ખેરાલુ-સિદ્ધપુર રોડ પર જીપ ઝાડ સાથે અથડાતાં ૫ લોકોના મોત નીપજ્યાં છે જ્યારે ૧૨થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. મળતી માહિતી પ્રમાણે જીપમાં ખેડબ્રહ્માના મજૂરો સવારી કરી રહ્યાં હતા.મલેકપુરથી સિદ્ધપુર તરફ જઇ રહ્યાં હતા ત્યારે ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને જીપ ઝાડ સાથે અથડાઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.