ખારચીયા ગામમાં નદીમાં ન્હાવા પડેલા યુવાનને બચાવવા ગયેલો તરવૈયો પણ ડૂબ્યો, બંનેના મોત
ઉપલેટાના ખારચીયા ગામની વેણુ નદીમાં ગઇકાલે રવિવારે બપોર પછી નારણ નામનો યુવાન ન્હાવા માટે પડ્યો હતો. પરંતુ તે ડૂબી જતા સ્થાનિક તરવૈયાઓ તેને બચાવવા માટે નદીમાં કુદ્યા હતા. જેમાં સુરેશ દેવશીભાઇ વાઘેલા નામનો તરવૈયો પણ ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ, ઉપલેટાની ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને મોડીરાત સુધી શોધખોળ કરી હતી. પરંતુ આજે સવારે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા અને ભાયાવદર હોસ્પિટલે પીએમ માટે ખસેડાયા હતા.ઘટનાની જાણ થતા આજે સવારે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા, તાલુકા પંચાયત પ્રમુખ, મામલતદાર અને ્ર્ડ્ઢં સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લલિત વસોયાએ આ અંગે જણાવ્યું હતું કે, ગઇકાલે આ નદીમાં યુવાન ન્હાવા પડ્યો હતો આથી સ્થાનિક તરવૈયાઓ બચાવવા નદીમાં કુદ્યા હતા. જેમાં એક તરવૈયાનું પણ ડૂબી જવાથી મોત નીપજ્યું છે. બંને યુવાનોના મૃતદેહ મળી આવતા પીએમ માટે ભાયાવદર હોસ્પિટલ ખસેડાયા છે. રાજકોટથી દ્ગડ્ઢઇહ્લની ટીમ પણ આવીહતીરાજકોટથી દ્ગડ્ઢઇહ્લની ટીમને બોલાવવામાં આવી હતીનારણનાથ મોહનનાથ નાથબાવા નામનો યુવક તેના પરિવાર સાથે ગામને કાંઠે આવેલી નદીએ કપડા ધોઈ રહ્યો હોય એ અરસામાં પોતે ન્હાવા માટે ડૂબકી લગાવી જે પરત ન ફરતા તેના પરિવારજનોએ બૂમાબૂમ કરી મૂકતા ગ્રામજનો આવી પહોંચ્યા હતા. ત્યારબાદ ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ મથક હેઠળમાં આ ખારચિયા ગામ આવતું હોય જેથી ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં ગામના જ યુવક સુરેશ નામનો વર્ષીય યુવક મૃતદેહને શોધવા માટે પાણીમાં ડૂબકી લગાવતા તે પણ પરત ફર્યો ન હોય સ્થાનિક તરવૈયાઓ દ્વારા તેની શોધખોળ આરંભી હતી. આ બંને યુવકના મૃતદેહો મોડી સાંજ સુધી ન મળતા રાજકોટથી દ્ગડ્ઢઇહ્લની ટીમને બોલાવવામાં આવી હતી જે સવારે ૮ વાગ્યા સુધીમાં પહોંચી ગઇ હતી. દ્ગડ્ઢઇહ્લની ટીમ પહોંચ્યા બાદ શોધખોળ ચાલુ કરાઈ હતી ત્યારબાદ સવારે ૯ વાગ્યે બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.