કોરોના વાયરસનો સર્વે કરવા ગયેલ વડગામની આરોગ્ય ટીમો પાસેથી ફોર્મ છીનવી ફાડી નખાતાં વિવાદ

ગુજરાત
ગુજરાત

માહી, મેતા, પીરોજપૂરા, બસુ, મજાદરમાં મુસ્લિમ સમાજે સર્વેનો વિરોધ કરી સરકાર ઉપર આક્ષેપ કર્યા
રખેવાળ ન્યુઝ  છાપી
કોરોના વાયરસ ના હાહાકાર વચ્ચે બનાસકાંઠા સહિત વડગામ તાલુકામાં આરોગ્ય વિભાગ સતર્ક બની ગામે ગામ સર્વેની કામગીરી હાથ ધરતા કેટલાક મુસ્લિમ ગામોમાં મુસ્લિમ સમાજ દ્રારા આરોગ્ય વિભાગની ટિમોને માહિતી આપવાનો ઇનકાર કરી સર્વેના ફોર્મ ફાડી નાખતા વિવાદ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વડગામ તાલુકામાં કોરોના વાયરસને લઈ તમામ ગામોમાં આરોગ્ય વિભાગ દ્રારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર ડા. પ્રકાશભાઈ ચૌધરી જણાવ્યું હતું. દરમિયાન તાલુકાના મેતા, પીરોજપુરા, મજાદર, બસુ, માહી, ચાંગા સહિત ગામોમાં આશાવર્કરો સહિતની ટિમો ગઈ હતી. તે દરમિયાન મુસ્લિમ મહોલ્લાહામાં સર્વે કરવા જતાં લઘુમતી સમાજના લોકોએ તમો નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરની વિગતો ફોર્મમાં ભરવા આવ્યા છો તમોને કોઈ માહિતી આપવામાં આવશે નહિ તેવો આક્ષેપ કરી સર્વેની કામગીરી કરતા કર્મીઓ પાસેથી ફોર્મ છીનવી ફાડી નાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં બ્લોક હેલ્થ ઓફિસરે પોલિસનો સંપર્ક કરી સર્વેની ટિમો સાથે બદસલૂકી કરનારને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. જોકે સર્વેનું ફોર્મ ફાડી નાખનાર ઈસમો પોલીસ પહોંચે તે પહેલા ફરાર થઈ ગયા હતા. વડગામ તાલુકામાં લઘુમતી સમાજ દ્રારા એનપીઆરના બહાના હેઠળ સરકારી કામગીરીનો વિરોધ કરતા ચકચાર મચી ગઈ હતી અને તાલુકામાં એનપીઆરનો સખત વિરોધ સામે આવ્યો હતો.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.