કોરોના વાઈરસના બે શંકાસ્પદ દર્દી જીફઁમાં દાખલ, એકનો રિપોર્ટ નેગેટિવ તો એકનો પોઝિટીવ હોવાની શક્યતા
અમદાવાદઃ ચીનમાં હાહાકાર મચાવનારો કોરોના વાઈરસ હવે ગુજરાતમાં આવી ગયો છે. ચીનથી આવેલા બે દર્દી હાલ જીફઁમાં દાખલ છે. તેમજ બન્નેના બ્લડ સેમ્પલ પૂણે લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બન્ને વ્યક્તિમાંથી એકનો રિપોર્ટ પોઝિટીવ અને એકનો નેગેટિવ આવ્યો હોવાની શક્યતા છે. આ અંગે છસ્ઝ્રના હેલ્થ વિભાગના અધિકારી ડૉક્ટર ભાવિન સોલંકીએ ડ્ઢૈvઅટ્ઠમ્રટ્ઠજાટ્ઠિ સાથેની વાતીચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદની જીફઁ હોસ્પિટલમાં બે શંકાસ્પદ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, જેમના લોહીના પરીક્ષણ માટે બ્લડ સેમ્પલ લઈ પૂનાની લેબમાં મોકલી આપ્યા છે.બન્ને શંકાસ્પદ દર્દી આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશન હેઠળઆ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ચીનથી પરત ફર્યા બાદ આ બન્ને વ્યક્તિમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ આ બંને દર્દીઓના સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબમાં મોકલવામાં આવ્યા છે. આ બંને દર્દીઓમાં એક વ્યક્તિ પહેલા અનેક લોકોના સંપર્કમાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે જો તે વ્યક્તિનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો અન્ય લોકોમાં પણ આ વાઈરસ ફેલાવાની શક્યતા છે.