કોરોના વાઇરસ ઇફેક્ટ : અમદાવાદ ખાતે સોનું રૂ. ૫૦૦ વધી ઓલટાઇમ હાઇ ૪૨,૯૦૦
અમદાવાદઃ સેફહેવન બુલિયન માર્કેટમાં લાંબા સમય બાદ તોફાની તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૬૦૦ ડોલરની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૫૦૦ના સુધારા સાથે રેકોર્ડ ૪૨૯૦૦ બોલાઇ ગયું છે. જ્યારે ચાંદીમાં ઝડપી ૧૨૦૦નો સુધારો થઇ ૪૮૫૦૦ ક્વોટ થતી હતી. સોના-ચાંદીમાં તેજીનું મુખ્ય કારણ કોરોના વાયરસ અને ચીને વ્યાજદરમાં ઘટાડો કરતા ફંડામેન્ટલ મજબૂત બન્યાં છે. આ ઉપરાંત સેન્ટ્રલ બેન્કો અને હેજફંડોનું પણ આકર્ષણ વધ્યું હોવાના કારણે સોનું વધી ૧૬૧૫ ડોલર અને ચાંદી ૧૮.૩૫ ડોલરની સપાટી કુદાવી છે. જોકે, સોના-ચાંદીની તુલનાએ પેલેડિયમ અને પ્લેટિનમમાં તોફાની તેજી જોવા મળી હતી.ચાંદી ૧૮.૫૦ ડોલરની સપાટી કુદાવે તો ૧૯.૦૦ ડોલર સુધી પહોંચી શકે છેફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો રહ્યો હોવાની અસરે સ્થાનિક બજારમાં સુધારાને સપોર્ટ મળ્યો છે. બૂલિયન એનાલિસ્ટો આગામી સમયમાં સોનું ૧૬૩૦ ડોલર અને ત્યાર બાદ ૧૬૮૦ ડોલરની સપાટી દર્શાવી રહ્યાં છે જ્યારે ચાંદી ૧૮.૫૦ ડોલરની સપાટી કુદાવે તો ૧૯.૦૦ ડોલર સુધી પહોંચી શકે છે. જોકે, ચાંદીમાં હાલ તેજી સોના પાછળ આવી છે. પ્લેટિનમ ફરી ૧૦૦૦ ડોલરની સપાટી કુદાવી ૧૦૧૫ ડોલર ક્વોટ થઇ રહ્યું છે.સોનું ૪૫૦૦૦ની સપાટી કુદાવશેબીડી જ્વેલર્સના અશોક ચોક્સીના જણાવ્યા અનુસાર સ્થાનિકમાં સોનાના ભાવ વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં પ્રતિ ૧૦ ગ્રામ ૪૫૦૦૦ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. માર્ચમાં સોનું ૪૩૫૦૦ની સપાટીએ પહોંચે તેવી શક્યતા છે.