
કોરોના વાઇરસ અને લોકડાઉનના કારણે ચૈત્રી પુનમે લાખો શ્રદ્ધાળુંઓથી ઉભરાતું અંબાજી ધામ સુમસામ જોવા મળ્યું બજારોમાં પણ સન્નાટો જોવા મળ્યો
અંબાજી
યાત્રાધામ અંબાજીમાં ભરાતાં મોટા મેળામાં ભાદરવી પુનમનાં મેળા બાદ ચૈત્રી પુનમનો તેટલો જ મહત્વ મનાય છે. આ ચૈત્રી પુનમે ગત્ત વર્ષે દોઢથી બે લાખ શ્રદ્ધાળુંઓ માં અંબાનાં દર્શનાર્થે ઉમટી પડ્યાં હતા. પરંતુ આ વર્ષે કોરોના વાઇરસનાં પગલેં કરાયેલાં લોકડાઉનમાં અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે સંપુર્ણ બંધ કરી દેવાતાં ચૈત્રી પુનમનાં દિવસે શ્રદ્ધાળુંઓનાં બદલે બજારોને મંદિરમાં સન્નાટો જોવા મળ્યો હતો. જ્યાં ચાચરચોકમાં ૫૧ ગજની આસ્થા રૂપી ધજાઓની વણજાર જોવા મળતી હતી. ત્યાં માતાજીનું ચાચરચોક પણ સુમસામ ભાસી રહ્યુ છે. નીજ મંદિરમાં દર્શન કરતાં શ્રદ્ધાળુંઓનાં જય અંબેનાં નાદથી ગુંજતુ નીજ મંદિર પરીસર પણ એક પણ યાત્રીકો વગર સુમસામ જોવા મળ્યુ છે. જોકે યાત્રીકો ન હોવા છતાં મંદિર પુજારીઓ દ્વારા નિત્યક્રમ પ્રમાણે પુજાવીધી કરવામાં આવી હતી ને કોરોના વાઇરસનો વિનાશ થાય તે માટે માતાજીની પ્રાર્થના પણ કરાઇ હતી તેમ અંબાજી મંદિરના મુખ્ય પુજારી ભરતભાઇ પાધ્યા ભટ્ટજી મહારાજે જણાવ્યુ હતું
અંબાજી મંદિરમાં સમગ્ર ચૈત્રી નવરાત્રી સહીત માસ દરમીયાન ભક્તો દ્વારા મંદિર ટ્રસ્ટ ની દાનભેટની આવક રૂપીયા ૩.૫ કરોડ ઉપરાંત થવા પામી હતી. જ્યારે ચાલુ વર્ષે આ ચૈત્રી માસ દરમીયાન એક પણ યાત્રીક કોરોનાં વાઇરસનાં પગલેં મંદિરમાં પહોંચી શક્યો નથી ને દાન ભેટની વાત કરીએ તો શ્રદ્ધાળુંઓ દ્વારા ઓનલાઇન ડાનેશનમાં અંબાજી મંદિરને સમગ્ર માસ દરમીયાન ૬૦ હજારની આવક થવા પામી છે. એટલુંજ નહીં અંબાજી મંદિર ટ્રસ્ટના હિસાબી અધીકારી સવજીભાઇ પ્રજાપતીએ જમાવ્યુ હતુ કે હાલમાં કોરોનાં વાઇરસ સામે લડાઇ લડવા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મુખ્યમંત્રી રાહતફંડમાં રૂપીયા ૧ કરોડ ૧ લાખનું ફંડ આપ્યુ છે.
હાલમાં ગુજરાત માં લોકડાઉન કારણે અંબાજી મંદિર લાંબા સમયથી સંપુર્ણપણે બંધ છે જે એક ઐતિહાસિક ઘટના જ માની શકાય ને હજી લોકડાઉનની પરીસ્થીતી લંબાવવામાં આવે તો વધુ સમય સુધી મંદિર બંધ રહે તેવી પણ શક્યતાંઓ જોવા મળી રહી છે.