કોરોના : વધુ ૮ કેસ પોઝિટિવ, રાજ્યના કુલ દર્દીના ૫૦ ટકા કરતાં વધુ અમદાવાદમાં, કુલ ૧૪૨ કેસ, ૬નાં મોત

ગુજરાત
ગુજરાત

અમદાવાદ 
કોરોનાનું હોટસ્પોટ બનેલા અમદાવાદ શહેરમાં આજે સવાર સુધીમાં ૫૦ અને સાંજે વધુ ૮ કેસ વધીને કુલ ૧૪૨ કેસ પોઝિટિવ થયા છે. જેમાંથી ૬ લોકોના મોત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૬૨ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ૫૦ ટકા કરતાં વધુ ૧૪૨ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. હાલ સમગ્ર શહેરમાં ૧૪ વિસ્તારો ક્લસ્ટર ક્વોરન્ટીન છે. અમદાવાદમાં લોકડાઉનના અમલ અંગે શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું કે, શહેરના કુલ ૧૪ વિસ્તારો ક્લસ્ટર ક્વોરેન્ટીન છે. આજે તબલીઘ જમાતના વધુ ૧૧ લોકોની ઓળખ થઈ છે. શહેરના ત્રણ આઈસોલેશન સેન્ટર પર એક પીએસઆઈ અને ચાર પોલીસ કર્મી છે. જ્યારે લોકડાઉનના ઉલ્લંઘન મુદ્દે ૧૮૨૯ ગુનો નોંધ્યા છે અને ૫૩૯૯ આરોપીની અટકાયત કરી છે. જ્યારે ૧૪૪ના ભંગ બદલ ૧૭૪૪ ગુના નોંધવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયાના ૧૨ એકાઉન્ટ બંધ કરાવ્યા છે. તેમજ એપેડેમિક ડિસિઝ એક્ટ મુજબ ૮૦ ગુના નોંધવામાં આવ્યા છે. જે અંતર્ગત ૧૩૯ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ૨૫ ડ્રોન દ્વારા ૨૬ ગુના નોંધવામાં આવ્યા છે અને ૯૮ની ધરપકડ કરી છે. ગઇકાલે ૫૮૯ વાહનો ડિટેઈન કર્યાં હતા, જેનો ૭ લાખ ૨ હજાર ૫૦૦ દંડ વસૂલવામાં આવ્યો છે.
 
પોલીસ કમિશનરે આગળ કહ્યું કે, હોમકોરન્ટીનમાં ૧૮૫૩ લોકોને ચેક કરવામાં આવ્યા છે. પાડોશીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે. કોર્પોરેશન દ્વારા વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરાય છે. શાહપુર ગાયકવાડ કાલુપુર વિસ્તારમાં ડોકટરની ટીમ પોલીસ સાથે જઇ સેમ્પલ લઈ રહી છે. પોલીસ કર્મચારીના મેડિકલ એક્ઝામિનેશન થાય છે. એપ દ્વારા અન્ય ૩ ઝોનમા પોલીસકર્મીની તપાસ થશે, ૯ પેરામીટરના આધારે તપાસ થશે. બેન્ક પર જન ધન યોજના અંતર્ગત ભીડ જામી રહી છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે બેન્કના સ્ટાફ સાથે વાતચીત કરી છે. સોશિયલ મીડિયાના ૧૨ એકાઉન્ટની તપાસ ચાલુ છે ત્યારબાદ ગુના નોંધાશે. 
 
પોલીસ કમિશનરે ભાટિયાએ વધુએ ઉમેર્યું કે  જે લોકો જરૂરી સેવામાં જોડાયેલા છે તે ગેરલાભ ના લે. સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે તે પ્રકારની સૂચના અપાઈ છે. ઓફિસ કે દુકાનો પર ઓછામાં ઓછો સ્ટાફ રાખવામાં આવે. સોશિયલ ડિસ્ટન્સ માટેના નિયમો પાલન કરો નહીં તો કાર્યવાહી થશે. સ્થાનિકોનો સહકાર મળી રહ્યો છે. જે તે વિસ્તારમાં સરળતાથી કાર્યવાહી થાય તે માટે વોલેન્ટીયર સ્કીમ શરૂ કરી છે. હાલ ૧૨૫૮ કોવિડ વોલેન્ટીયર પોલીસની મદદ કરી રહ્યાં છે. હાલ ૫ જીઇઁ,  ૨ ઇછહ્લ, ૪૦૦૦ હોમગાર્ડ અને ૨૦૦ સિવિલ ડિફેન્સ સેવામાં જોડાયા છે. રિટાયર્ડ પોલીસ ઓફિસર અને આર્મીમેનની મદદ લઇ રહ્યા છીએ.
 
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આજે  કોરોના પોઝિટિવ કેસોને સામેથી શોધવાની મ્યુનિસિપલ કોર્પોરેશનની રણનીતિની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હજુ ૧૦૦૦થી વધુ સેમ્પલ લઈને મોકલ્યા છે. એટલે ૧૦૦, ૨૦૦ જેટલા કેસો સામે આવવાની શક્યતા છે. સર્વે અને કેસો શોધતા અનેક મોત અટકાવી શક્યા છીએ. ૯૮૨ આરોગ્યની ટીમોમાં ૧૯૦૦ કર્મચારીઓ અને ૭૪ ેંૐઝ્રના સ્ટાફની મદદથી કોટ વિસ્તારમાં ૧ લાખ ઘરોનો ઘરે ઘરે તપાસ કરી રહ્યા છીએ. તાવ, શરદી અને શ્વાસ લેવાની તકલીફ હશે તો સેમ્પલ લેવામાં આવશે.
 
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, કોટ વિસ્તારમાં કલસ્ટર ઝોન કરી અને બફર ઝોન જાહેર કર્યો છે. કોરોના ચેક પોસ્ટ બનાવી અને ચેકિંગ શરૂ કર્યું છે.  કોરોના સામે કોર્પોરેશન ચાર સ્તંભ પર કામ કરી રહ્યું છે, જેમાં ૧) સર્વેલન્સ, ૨) ટેસ્ટિંગ ૩) પોઝિટિવ કેસના કોન્ટેક્ટમાં છે તેમને આઇસોલેશન અને ક્વોરન્ટીન અને ૪) સારી સારવાર. હાલ સંપૂર્ણ ધ્યાન સર્વે અને ટેસ્ટિંગ પર છે. અમે સામે ચાલીને કેસો શોધીએ છીએ.  આ રીતે ના શોધ્યા હોત તો વધુ લોકોમાં ફેલાયો હોત. છેલ્લા પાંચ દિવસમાં કુલ ટેસ્ટ કરેલા સેમ્પલ  ૪ એપ્રિલઃ ૫૭, ૫ એપ્રિલઃ ૧૬૬, ૬ એપ્રિલઃ ૪૦૮, ૭ એપ્રિલઃ ૬૩૮ અને ૮ એપ્રિલઃ ૮૪૦. સમગ્ર અમદાવાદમાં આગામી દિવસોમાં આ કાર્યપધ્ધતિથી તપાસ કરવામાં આવશે. દરેકને વિનંતી છે કે ઘરે તપાસ માટે આવતી ટીમને સહકાર આપો. ઘરમાં રહો સુરક્ષિત રહો. ટીમ આવે તો સહકાર આપો. દિવસ રાત આરોગ્યના કર્મચારીઓ કામ કરી રહ્યા છે તમારું જીવન બચાવવા માટે.
 
શહેરમાં કોરોના પોઝિટિવનો બુધવારે એકેય કેસ નોંધાયો ન હતો. જો કે આજે ગુરૂવારે એક સાથે રેકોર્ડબ્રેક ૫૦ કેસો નોઁધાયા હતા.તમામ ક્લસ્ટર ક્લોરન્ટીન થયેલા વિસ્તારોના છે. બુધવારે ૬૦૦ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.  જિલ્લા અને શહેરમાં કોરોના પોઝિટિવના કુલ ૧૩૩ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કોરોના પોઝિટિવ ૬ લોકોના મોત થયા છે જ્યારે ૮ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે કુલ ૨૮ કેસ પોઝેટિવ નોંધાયા હતા. સોમવાર અને મંગળવારે

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.