કોરોના : વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા, લોકડાઉનનો કડક અમલ, બહાર નીકળેલા લોકોને દંડ કરાયો

YfEBVDGzcr0
ગુજરાત

લોકડાઉન
 
સુરતઃ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના શહેરમાં વધુ બે કેસ સાથે ૭ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે એકનું મોત નિપજ્યું છે. મૃતકના સંપર્કમાં આવેલા મહાવીર હોસ્પિટલના ૩ કર્મચારીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. જોકે, તંત્ર દ્વારા ૩૧મી સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યું હોવાથી ગત રોજ સુધી ઘરની બહાર નીકળતા લોકોને સમજાવવામાં આવતા હતા. જ્યારે આજે કડક અમલ શરૂ કરી દંડ અને  વાહન ડિટેઈન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
લોકડાઉનનો સુરતમાં કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. ગત રોજ સુધી પોલીસ દ્વારા અપીલ કરી લોકોને ઘરની બહાર ન નીકળવા કેહવામાં આવતું હતું. જોકે, હવે પોલીસને કાફલો ઠેર-ઠેર ગોઠવી દેવામાં આવ્યો છે. ઘરની બહાર નીકળતા લોકોની કડક પૂછપરછ કરવામાં આવે છે. વગર કારણ ઘરની બહાર નીકળેલા લોકોને દંડ ફટકારી વાહનો ડિટેઈન કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ કમિશનર સતત રાઉન્ડ પર છે. ટ્રાફિક એસીપી હરેશ મેવાડાએ જણાવ્યું હતું કે, જો કોઈ ફાલતુ લોકો રોડ પર દેખાશે તો યોગ્ય પગલાં ભરાશે. સવારથી ડ્યુટી પર છું. તમામ સરકારી અને જરૂરી વ્યક્તિઓને જ સ્કેનિંગ કરી જવા દેવાઈ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.