
કોરોના : રાજકોટવાસીઓ આજથી પાસ વગર ઘરની બહાર નીકળી શકશે નહીં : CP
કોરોના
જરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે તીવ્ર બનતા પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. રંગીલા રાજકોટમાંથી આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં લોકડાઉનની સ્થિતિનો પોલીસ કમિશનરે જાતે બહાર ફરીને મેળવ્યો હતો. રાજકોટની રૈયા ચોકડી વિસ્તારમાં પોલીસ કમિશનરે મુલાકાત લીધી હતી. અને શહેરમાં લોકડાઉનની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે અને છેલ્લા ૩-૪ દિવસથી રાજકોટમાં એક પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો નથી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટવાસીઓ માટે એક મહત્વપૂર્ણ અને ઝાટકા સમાન નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં હવે પાસ વગર કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નીકળી શકશે નહીં. અને કોઈ એવી સ્થિતિમાં બહાર નીકળવાનું થાય તો પોલીસ કંટ્રોલરૂમમાં ૧૦૦ નંબર પર ફોન કરવાનો રહેશે.
રાજકોટવાસીઓ માટે હવે પોલીસ કમિશ્નરે દવા, દૂધ જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે હોમ ડિલિવરી કરવી પડશે. લોકડાઉનનો આજે ૧૧મો દિવસ છે. પરિસ્થિતિનો તાગ મેળવવા ખુદ પોલીસ કમિશનર ચેકીંગમાં નીકળ્યા છે. રસ્તા પર બિન જરૂરી નીકળતા લોકોને સમજાવી રહ્યા છે. દરેક પોઇન્ટ પર જરૂરી સ્ટાફ છે કે કેમ તે અંગે પણ નીરીક્ષણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૧૨ કોરોના વાઇરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. તમામના સેમ્પલ લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલાયા છે. જેમાં રાજકોટ શહેરના ૩, ગ્રામ્ય વિસ્તારના ૪ અને ૫ અન્ય જિલ્લાના કેસો સામે આવ્યા છે. જેમાં ૭ પુરૂષ અને ૫ મહિલાનો સમાવેશ થાય છે. ત્રણ બાળકોમાં પણ શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જેથી રાજકોટ પોલીસ હરકતમાં આવી ગઈ છે.
રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આજે જાતે બહાર નીકળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે રાજકોટવાસીઓના ભલામાં એક નિર્ણય લીધો હતો. જેમાં હવેથી રાજકોટમાં એક જ બાઇકમાં ૨ વ્યક્તિ નીકળશે તો તેની વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. મનોજ અગ્રવાલ દ્વારા સ્ટાફને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. સાથે જ શેરી-ગલીઓમાં બેસનાર લોકો વિરૂદ્ધ પણ પોલીસ સખ્ત કાર્યવાહી કરશે.