કોરોના પોઝિટિવની સંખ્યા ૧૫૧એ પહોંચી, ભાવનગરમાં એક અને પાટણમાં ત્રણ કેસ નોંધાયા
અમદાવાદ : રાજ્યમાં ધીરે-ધીરે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મોડી રાતે ૨ વાગ્યાની આસપાસ ભાવનગરમાં એક અને આજે સવારે પાટણના સિદ્ધપુરના નેદ્રા ગામમાં ત્રણ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવનો આંકડો ૧૫૨એ પહોંચ્યો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. હિંમતનગરમાં પણ એક પોઝિટિવ કેસ નોંધાયો છે.
ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ ૩૦ રિપોર્ટ પૈકી ૧ પોઝિટિવ અને ૨૯ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ મહિલા ભાવનગરના વડવા વિસ્તારની રહેવાસી છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૧૪ થયો છે.