કોરોના: ગુજરાતમાં વધુ એક મોત , કુલ ૮૭ પોઝિટિવ કેસ
અમદાવાદ ગુજરાત કોરોના પોઝિટિવના કુલ ૮૭ કેસ સામે આવ્યા છે. જેમાંથી ૭ દર્દી સાજા થયા છે. જ્યારે ૭ દર્દીઓના મૃત્યુ થયા છે. વડોદરાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું આજે સવારે મોત નીપજ્યું છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર થયું છે. અમદાવાદમાં સૌથી વધારે ૩૧ કેસ અને ૦૩ મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં ૧૨ કેસ અને ૧ મૃત્યુ, ગાંધીનગરમાં ૧૧ કેસ, રાજકોટમાં ૧૦ કેસ, વડોદરામાં ૦૯ કેસ અને ૧ મૃત્યુ, ભાવનગરમાં ૬ કેસ અને ૨ મૃત્યુ, પોરબંદરમાં ૩ કેસ, ગીર સોમનાથમાં ૨ કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં ૧-૧ કેસ નોંધાયા છે.