
કોરોનાવાઇરસ : ગુજરાતમાં સરકારી કચેરીઓ, સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર પર ૩૧ માર્ચ સુધી પ્રતિબંધ
અમદાવાદઃ રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી કચેરીઓમાં અને સંસ્થાઓમાં વર્કશોપ અને સેમિનાર ઓફર તારીખ ૩૧મી માર્ચ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. દેશમાં કોરોના વાઇરસના કારણે બે લોકોના મોત બાદ ગુજરાતમાં આ વાઇરસ ન ફેલાય તેની સાવચેતીના રૂપે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને પણ આ સમયગાળા દરમિયાન તકેદારીના ભાગરૂપે સામુહિક, સામાજિક મેળાવડાઓના નાના-મોટા પ્રસંગો ટાળવા, મોકૂફ રાખવા અપીલ કરવામાં આવી છે.