
કોરોનાવાઇરસ : ગુજરાતમાં અત્યાર સુધીમાં ૫૨માંથી ૫૧ વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ,એકનો રિપોર્ટ આવવાનો બાકી
અમદાવાદઃ ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓ નોંધાયા છે. ત્યારે ગુજરાતમાં આ મામલે સતર્કતા વર્તવામાં આવી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ૫૨ શંકાસ્પદોના સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાંથી ૫૧ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે એક વ્યક્તિનો રિપોર્ટ આવવાનો બાકી છે. બીજી તરફ દેશમાં આજે કોરોના વાઇરસના ૪ નવા દર્દી નોંધાયા છે. વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે ૩૮૦૦થી વધુ લોકોના મોત થયા છે. દેશના ગૃહમંત્રાલય દ્વારા લોકોને SMS દ્વારા અપીલ કરવામાં આવી છે કે ચીન, જાપાન, ઇરાક, કોરિયા, ઇટાલી અને ઇરાનનો પ્રવાસ ન કરે.