કોરોનાનો કહેરઃ અમદાવાદીઓ ૧૦ દિવસ ખાસ સાચવજો, કોંગી સ્ન્છએ કહ્યું- કર્ફ્યુ લાગી શકે છે

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમા કોરોના વાયરસના લોકલ ટ્રાન્સમિશનનાં કિસ્સાઓમાં સતત વધારો થઈ રહે છે. જેને કારણે અમદાવાદનું તંત્ર ચિંતામાં મુકાયું છે. જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. જે બાદ કોંગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, શહેરમાં કર્ફ્યુ પણ લાગી શકે છે.
 
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા છસ્ઝ્ર હરકતમાં આવ્યું છે. મ્યુનિ.કમિશનર વિજય નહેરાએ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મંત્રી કૌશિક પટેલ સહિત ધારાસભ્ય, સાંસદો હાજર રહ્યા હતા. બેઠકમાં અમદાવાદ ક્લેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અમદાવાદની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું કે, જેમની પાસે કાર્ડ નથી તે લોકોને ૮ કિલો અનાજ અપાશે.
 
તો આ મામલે કમિશનર વિજય નહેરાએ જણાવ્યું કે, આ લડાઈ હજુ લાંબી ચાલવાની છે. જે લોકો ઘરમાં તે સુરક્ષિત છે. અને જે લોકો ઘરની બહાર નીકળશે તેમને સંક્રમણની સંભાવનાઓ વધી જવાની છે. તેઓએ ભારપૂર્વક અમદાવાદની જનતાને અપીલ કરતાં કહ્યું કે, આગામી ૧૦ દિવસ સુધી લોકડાઉનનું પાલન કરજો. હાલ પરિસ્થિતિની ગંભીરતા સમજો. હજુ પણ લોકો લોકડાઉન ભંગ કરી રહ્યા છે. સંક્રમણ સતત ફેલાતું જાય છે.
 
તો દિલ્હી જમાતમાં ગયેલા લોકોને સામેથી સંપર્ક કરવા માટે કોંગ્રેસનાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું કે, બહારથી આવેલા લોકોનું લિસ્ટ આપ્યું છે. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, મસ્જિદોમાં ભેગા થવું યોગ્ય નથી, ઘરમાં જ નમાજ પડો. અમદાવાદ મામલે ગંભીરતા દાખવવામાં આવી છે. શહેરમાં કર્ફ્યુ પણ લાગી શકે છે તેવી આશંકા ગ્યાસુદ્દીને વ્યક્ત કરી હતી. આ ઉપરાંત અન્ય ધારાસભ્ય ખેડાવાલાએ કહ્યું કે, કોટ વિસ્તારમાં લોકડાઉનનું પાલન નથી થતું. લોકો પોલીસને સાથ સહકાર આપે તેવી અપીલ પણ કરી હતી.
 
અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં કુલ કેસનો આંકડો ૪૪ થઈ ગયો છે. જ્યારે મોતનો આંકડો ૫ થયો છે. તેવામાં અમદાવાદમાં સ્થાનિક સ્તરે સંક્રમણ વધવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આજે પણ અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં ૬ કેસ નોંધાઈ ચૂક્યા છે. અને મોટાભાગના કેસ લોકલ ટ્રાન્સમિશનનાં જ છે. અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનાં કેસો અટકાવવા માટે તંત્ર દ્વારા ક્લસ્ટર ક્વોરન્ટાઈન પણ અમલમાં લાવવામાં આવ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશનનાં કેસ અટકે છે કેમપ સાથે જ તમામ શહેરીજનોને અપીલ છે કે આ સમયગાળો સાચવવો તમામ માટે ખુબ જ જરૂરી છે. અને તમામ લોકોને ઘરે જ રહેવા માટે અપીલ કરવામાં આવે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.