
કોરોનાના કહેરને લઈ સરકારનો મોટો નિર્ણય, ધો ૧-૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
કોરોના
કાળમુખા કોરોનાના કહેરના કારણે ગુજરાતમાં શટડાઉનની પરિસ્થિતિ છે. અને આગામી સમયમાં હજુ પણ પરિસ્થિતિ વિકરાળ બને તેવી આંશકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગામી સમયમાં પણ ક્લોઝડાઉન વધારી શકવામાં આવી શકે છે. એટલે કે શાળામાં ભણતાં વિદ્યાર્થીઓનાં અભ્યાસને જરૂર અસર પહોંચશે. જેને લઈ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે ધોરણ ૧થી ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે.
ગુજરાતની રૂપાણી સરકારે કોરોના વાયરસને પગલે શિક્ષણ જગત માટે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. હવે શિક્ષકોને પણ સ્કૂલે જવાની જરૂર નહીં રહે. સરકારે શિક્ષકોને શાળાએ જવામાંથી છૂટ આપી છે. સાથે જ વિદ્યાર્થીઓના ભણતરને લઈને પણ સરકારે ધોરણ ૧થી ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવો નિર્ણય સરકારે કર્યો છે.