કોરોનાઃ અમદાવાદમાં ૪૬ વર્ષીય મહિલાનું મોત, ગુજરાતમાં મોતનો આંક ૪ પર પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

અમદાવાદ
કોરોના વાઈરસના પગલે રાજ્યમાં ૫૩ કેસો નોંધાયા છે અને ૩ના મોત થયા હતા. જેમાં અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતી ૪૬ વર્ષીય મહિલાનું મોત થતા કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક ૨ થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક ૪ પર પહોંચ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ ૧૭ કેસો નોઁધાયા છે.
 
અમદાવાદમાં કોરોના પોઝિટિવથી આજે મળીને કુલ બે મોત થયા છે,  કોવિદ ૧૯ની દર્દી એવી ૪૬ વર્ષીય મહિલાએ કોરોના વાઈરસના કારણે દમ તોડ્યો છે, તે ૨૬મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. તેને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.
 
૨૫મી માર્ચથી દેશભરમાં લોકડાઉન છે પરંતુ એ પહેલાથી ગુજરાતમાં લોકડાઉન છે. ત્યારે લોકોને બહાર નીકળતા રોકવા અને કોરોનાનો ચેપ વધારે ન વકરે તે માટે તંત્ર ખડેપગે છે. ત્યારે લોકોની બહાર નીકળતા અટકાવવાનું કામ પોલીસના શીરે છે. પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. અમુક અપવાદોને બાદ કરતા પોલીસ અને પ્રજાનું ઘર્ષણ થયું નથી. પોલીસ પોતાની સેવા વચ્ચે ખાવાપીવાનું કરી શકે તે માટે સોલા પોલીસ સ્ટેશન ખાતે તેમને પોલીસકર્મીઓને જમવાની વ્યવસ્થા ઊભી કરાઈ છે. પોલીસકર્મીઓ સોલા પોલીસ સ્ટેશન ખાતે ચોરસ દોરેલા ખાનામાં ઊભા રહીને ભોજન લે છે.
 
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસથી બચવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉનને પગલે રાજ્યમાં CRPC ૧૪૪ કલમ લાગુ કરવામાં આવી છે. ઘરની બહાર કામ વગર ન નીકળવા લોકોને સૂચના આપવામાં આવી છે. છતાં કેટલાક લોકો ઘરની બહાર નીકળે છે. જેથી અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી કરી રહી છે. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગના ૩૫થી વધુ ગુના નોંધાયા છે અને ૧૩૫થી વધુ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા નિકોલ, રામોલ, ગોમતીપુર,રખિયાલ, ઇસનપુરમાં પોલીસ આવા ટોળાશાહી કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહી છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં પાલડી, સેટેલાઇટ, સરખેજ સહિતના કેટલાક વિસ્તારોમાં પણ ટોળા કરીને ઉભેલા લોકો સામે કાર્યવાહી કરી છે.
 
અમદાવાદમાં અનેક લોકોને હોમ કવોરેન્ટાઇન રાખવામાં આવ્યા છે. ૧૪ દિવસ માટે ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામા આવે છે છતાં કેટલાક લોકો બહાર નીકળનારા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ગોયલ ઇન્ટરસિટી ફ્લેટમાં હોમ ક્વોરેન્ટાઇન કરાયેલી એક વ્યક્તિ ફ્લેટની નીચે ઉભેલો હતો તેને બહાર ન નીકળવા સૂચના હોવા છતાં બહાર નીકળતા રહીશોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવામાં આવ્યો હતો. પોલીસે ૫૪ વર્ષીય વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.