કાલથી રાજ્યમાં ગરીબોને મફતમાં અનાજ કીટ અપાશે, રાશનકાર્ડ નહીં હોય તેમને 4 એપ્રિલથી વિતરણ કરાશે
ગુજરાતમાં બે નવા પોઝિટિવ કેસની સાથે અત્યારસુધીમાં કોરોના પોઝિટિવના 73 દર્દી નોંધાયા છે. જ્યારે કુલ 6 લોકોના મૃત્યુ થયા છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છેકે, કોરોના પોઝિટિવના ચાર દર્દીઓ સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. જેમાં 3 દર્દીઓની ઉમર 55થી 60 વર્ષની છે. જેમને રજા આપી દેવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. અરવલ્લીની રતનપુર બોર્ડર પર રાજસ્થાન પોલીસે શ્રમિકોને જવા ન દેતા તેમની હાલત દયનીય થઈ ગઈ છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, લોકડાઉનના પગલે આવતીકાલથી રાજ્યના ગરીબોને અનાજનું વિતરણ કરવામાં આવશે. શ્રમિકોને મફતમાં અનાજની કીટ આપવામાં આવશે. આ માટે એક કિમટીની રચના કરવામાં આવી છે. જે વ્યવસ્થા પર દેખરેખ રાખશે. રેશનકાર્ડ ધારકોને ફોન કરીને બોલાવવામાં આવશે. દુકાનદાર અને કમિટી ભીડ ન થાય એટલા માટે 25-25ને ફોન કરીને બોલાવશે. આ ઉપરાંત જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને 4થી તારીખથી અનાજ કીટનું વિતરણ કરવામાં આવશે.