કડીમાં પ્રેમપ્રકરણમાં જૂથ અથડામણ બાદ અજંપાભરી શાંતિ

ગુજરાત
ગુજરાત 42

કડીમાં યુવક-યુવતીના પ્રેમ પ્રકરણના મુદ્દે ગુરુવારે રાત્રે બે કોમના ટોળા વચ્ચે જૂથ અથડામણ બાદ હાલ અજંપાભરી શાંતિ છે. ગુરૂવારે રાત્રે થયેલી જૂથ અથડામણ બાદ મહેસાણા અને સાબરકાંઠા જીલ્લા પોલીસની કાફલો તૈનાત કરી દેવાયો હતો. આ સાથે પોલીસે ફ્લેગમાર્ચ અને કોમ્બિંગ કરી પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. કડી પોલીસમાં બંને પક્ષોએ ૧૯ નામજોગ અને ૧૨૫ના ટોળા સામે નોંધાવેલી ફરિયાદ અંતર્ગત તાત્કાલિક ૨૧ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હતી.
 
મહેસાણા જીલ્લાના કડી શહેરમાં ગત દિવસોએ યુવક-યુવતિના પ્રેમ પ્રકરણને લઇ જૂથ અથડામણ થઇ હતી. યુવતી સાથે પ્રેમસંબંધ રાખી મોબાઇલમાં અશ્લિલ વીડિયો બનાવી તેણીને બ્લેકમેલ કરતા યુવકને સમાધાન માટે બોલાવવામાં આવ્યો હતો. આ દરમ્યાન કોઇ કારણસર મામલો ઉગ્ર બનતા ગાળાગાળીના દ્રશ્યો સર્જાયા હતા. પટેલ અને દરબાર સમાજના ટોળાઓએ વિવિધ જગ્યાએ ભેગા થઇ તોડફોડ કરી હતી. આ દરમ્યાન મહેસાણા પોલીસ અધિક્ષક સહિતનો સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી આરોપીઓની અટકાયત કરી હતી.
 
તંગદિલીના માહોલમાં અનિચ્છનિય બનાવ ના બને તે માટે મહેસાણા એસપી મનીષસિંહ, સાબરકાંઠા એસપી ચૈતન્ય માંડલિક તેમજ બંને જિલ્લાની પોલીસની સાથે એસઆરપીએ શહેરભરમાં ફ્લેગમાર્ચ કરી મામલો થાળે પાડ્યો હતો. આજે શનિવારે વહેલી સવારથી કડીની બજારોમાં અજંપાભરી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.