કચ્છની મહિલાઓએ પ્રદ્યુમનસિંહને બંગડીઓ આપી : વીડિઓ વાયરલ
XngJ34tzHjc
અમદાવાદઃ રાજ્યસભા ચૂંટણીને પગલે છેલ્લા ૪૮ કલાકથી ગુજરાતમાં રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસના ૪ ધારાસભ્યએ રાજીનામા આપી દીધા બાદ આજે વધુ એક ધારાસભ્ય મંગળ ગાવિતે પણ રાજીનામું આપ્યું છે. આ સાથે જ કોંગ્રેસનું સંખ્યાબળ ૬૮એ પહોંચી ગયું છે. જ્યારે અન્ય ધારાસભ્યો પણ ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે.આ ઉપરાંત ચૂંટણીપંચે ભાજપના ૩ અને કોંગ્રેસના ૨ એમ તમામ ૫ ઉમેદવારના ફોર્મ માન્ય રાખ્યા છે. શનિવારની સાંજે કોંગ્રેસના ૧૪ ધારાસભ્ય જયપુર રવાના થયા બાદ કોઈ પોલિટિકલ થ્રીલરને પણ ટક્કર મારે એવી ઘટનાઓ બની રહી છે.
આ ઘટનાક્રમ વચ્ચે આજે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનારા જે.વી.કાકડીયાની પત્નીનો આક્ષેપ, ભરતસિંહ સોલંકીએ જ ભાજપમાં જવા કહ્યું હતું. જ્યારે કચ્છમાં અંજલી ગોર સહિતની મહિલા કાર્યકરો પ્રદ્યુમનસિંહના નિવાસે પહોંચી હતી અને બધાની હાજરીમાં તેમને બંગડીઓ આપી અપમાન કર્યું હતું. જો કે, સમસમી ગયેલા પ્રદ્યુમનસિંહે પણ તેમને ભવિષ્યમાં કાંઈ કામ હોય તો કહેજો કહીને રવાના કર્યા હતા.