એરપોર્ટ : સ્પાઈસ જેટની અમદાવાદ-પટના ફ્લાઈટ ૩ કલાક લેટ થતાં હોબાળો
અમદાવાદઃ સ્પાઈસ જેટની અમદાવાદથી પટના ફ્લાઈટ બપોરે ૧૧.૫૦એ ઉપડે છે પરંતુ સમયસર ફ્લાઈટ ન આવતાં પેસેન્જરોએ એરલાઈન્સના અધિકારીઓ પાસે ફ્લાઈટ ક્યારે જશે તેની પૂછપરછ કરી હતી.પરંતુ યોગ્ય જવાબ ન આપતાં પેસેન્જરોએ હોબાળો મચાવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓએ આવી પરિસ્થિતિ થાળે પાડી હતી. ફ્લાઈટ ૩ કલાક મોડી ઉપડી હતી.કર્મચારીઓની ઘટ સહિત ટેક્નિકલ કારણોથી વિવિધ એરલાઈન્સની ફ્લાઈટો મોડી પડી રહી છે. મુંબઈથી અમદાવાદ આવેલી ગોએરની ફ્લાઈટ પણ ઓપરેશનલ કારણોથી ૫.૨૭ કલાક મોડી આવી હતી. અમદાવાદથી પણ ફ્લાઈટ ૬ કલાક મોડી ઉપડી હતી આ ઉપરાંત અમદાવાદ આવતી જતી ૩૦ ફ્લાઈટો ૧ કલાકથી વધુ મોડી પડી હતી.