
ઉપલેટા :રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત વિદ્યાર્થિનીઓ ભેદભાવના રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો
ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ સાથે ભેદભાવ રખાતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ કેસમાં આજે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાશનાધિકારી એમ.બી.બાડમલિયાએ જણાવ્યું હતું કે, ઉપલેટાની રાજમોતી પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા દલિત સમાજની વિદ્યાર્થિનીઓ વાયરલ થયેલા વીડિયો અને આક્ષેપોને લઇને સ્થળ તપાસ માટે જિલ્લા શિક્ષણાધિકારી તરફથી અમને આદેશ કરવામાં આવ્યા છે. અમે આચાર્ય, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના નિવેદનો લઇને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને તપાસના અંતે જે દોષિતો હશે તેમની સામે નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ઉપલેટાના પ્રાથમિક શાળાના વાયરલ વીડિયોને મામલે જિગ્નેશ સોજીત્રાસ રસિલા અને લક્ષ્મી નામના શિક્ષકોની બદલી કરાઇ છે. સમગ્ર મામલાના તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ત્રણેય શિક્ષકોને અલગ અલગ શાળામાં બદલી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વિદ્યાર્થિનીએ વીડિયોમાં શાળામાં થતા શોષણની વાત કરી હતી
વાયરલ થયેલા વીડિયોમાં ત્રણ વિદ્યાર્થિનીઓએ પોતાની આપવીતી કહી હતી. વિદ્યાર્થિની વીડિયોમાં શાળાના શિક્ષકોમાં જીજ્ઞેશ સોજીત્રા, રસીલા અને લક્ષ્મી ટીચરનું નામ આપી રહી હતી. વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી શકીએ મે જાવ, અને અમારી સમાજની કોઇ છોકરી જાય તો ધક્કો મારી કહે છે કે, નીચી જ્ઞાતિને અમે નથી લેતા. લક્ષ્મી ટીચર ભણાવે છે સારૂ પણ માર પણ બહુ મારે છે. તેમજ જીજ્ઞેશ સર ચીટીયા ભરે છે અને છોકરીઓ પાસે જ બેસી રહે છે. અમને કહે છે કે, તમે નોનવેજ ખાતા હશો ને. તેમજ તમારા ઘરે મહેમાન આવે, ત્યારે મટન પકવવામાં આવતું હશે ને. અમે ભણવા આવીએ છીએ તમારા જવાબ આપવા નથી આવતા. આ અંગે અમે મારા પપ્પાને પણ વાત કરી છે. અમને સોટીથી માર મારે છે અને લાફા મારી લે છે. આ બધી વાત વિદ્યાર્થિની ડુમિયાણી સ્કૂલમાં ફરજ બજાવતા બાલાભાઇ સાથે કરે છે. તેમજ બાલાભાઇ પણ વિદ્યાર્થિનીઓને ખાત્રી આપી હતી કે, હવે આવું નહીં થાય અને અમે તમારા શિક્ષકો સાથે વાત કરીશું.