આદર્શ વિચારોનું સિંચન કરવા માટે, દિવ્યમાન સમાજનું નિર્માણ કરવા માટે ગલબાભાઈ પટેલે ‘આંજણા પાટીદાર’નું સંમેલન બોલાવ્યું હતું

ગુજરાત
ગુજરાત

૨૧મી સદીનો સમય ચાલી રહ્યો છે. તમામ પ્રકારની દિનપ્રતિદિન સુખ સગવડો વધી રહી છે, પણ માનવી કેટલીક કુટેવોમાંથી મુક્ત થઈ શક્યો નથી. ખરાબ કુટેવોમાંથી માણસને મુક્ત થવું હશે તો આદર્શ વિચારો તરફ વળવું પડશે. જ્યાં આદર્શ વિચારો છે ત્યાં દિવ્યમાન સમાજનું નિર્માણ કરી શકાય છે. કેટલાક વિચારો, કેટલાક મહાન પુરુષોએ કરેલા શ્રેષ્ઠ કાર્યોને કોઈ દિવસ ઊધઈ ખાતી નથી. 
સમગ્ર માનવસમાજને ઉપયોગી થાય એવા કાર્યો ગલબાભાઈ પટેલે કર્યા હતા. ધરતી પર એવા ભાગ્યે જ નેતા, સેવકો  જન્મ લેતા હોય છે કે તેમની આ દુનિયામાં હયાતી ન હોય તો પણ તેમણે કરેલા કાર્યોની સુંગધ યુગો સુધી ટકી ને રહેતી હોય છે. યુવાપેઢીને કંઈક નવું કરવા માટે, સારું જીવન જીવવા માટે, સત્યના માર્ગે ચાલવા માટે સ્વાર્થ છોડીને નિઃસ્વાર્થના ગુણોનું અનુસરણ  કરવા માટે ગલબાભાઈ પટેલનું જીવન પ્રેરણાનો સ્રોત પૂરો પાડે છે. 
ગલબાભાઈ પટેલે આજીવન સેવા કરવાનો ભેખ ધારણ કર્યો હતો. તેમણે આદર્શ, દિવ્યમાન સમાજનું નિર્માણ કરવા માટેનું સપનું જોયું હતું. ગલબાભાઈ પટેલ  ‘આંજણા પટેલ’ પાટીદાર હતા. જ્યારે સમાજસેવક  સમાજસુધારણાની વાત કરે ત્યારે પહેલા પોતાને સ્વયં સૂધરી જવું પડતું હોય છે. ગલબાભાઈ પટેલે આ દિશામાં પગલું ભર્યું હતું. તેમણે સમાજસુધારણા માટે સમસ્ત ‘આંજણા પટેલ’ સમાજનું વિશાળ સંમેલનનું આયોજન કર્યું હતું. સ્વ. ગલબાભાઈ પટેલે સેદ્રાણા મુકામે સમસ્ત ‘આંજણા પટેલ’ જ્ઞાતિનું સંમેલન યોજ્યું હતું. ગલબાભાઈ પટેલે ત્યાં સમાજ સુધારણા માટે અગિયાર ઠરાવો મૂક્યા હતા. એ સમાજસુધારણાના ઠરાવો આ પ્રમાણે હતાઃ 
• મરણ પાછળ ખર્ચ બંધ કરવાનો સુધારો.
• તેમના પ્રયાસથી છાતી પીટવાનો સુધારો કરવામાં આવ્યો.
• સૌથી મહ¥વપૂર્ણ સુધારો એ કે જેમાં કન્યા-કેળવણી  
   પર ભાર મૂક્યો અને તેનું મહ¥વ સમજાવ્યું.
ગલબાભાઈ પટેલે પોતાની પુત્રીઓને શિક્ષણ આપીને સુધારાનો અમલ કરવાનો આરંભ કર્યો હતો. એ સમયે ‘આંજણા પટેલ’ જ્ઞાતિમાં અનેક કુરિવાજો હતા. જેમાં વરકન્યાના કજોડા એ ખૂબ જીવન માટે હાનિકારક હતાં. એ રિવાજ કેટલીકવાર જયારે પુરુષની વય દસ વર્ષની હોય અને પત્નીની વય વીસ વર્ષની હોય ત્યારે  તે વેળાએ લગ્ન કરાવી દેવામાં આવતા હતા. તેના કારણે અસમાનતા ઊભી થતી હતી. ખૂબ જ નીની ઉંમરે લગ્ન થઈ જતા હતા અને ગલબાભાઈના પણ માત્ર પાંચ વર્ષની વયે લગ્ન થયેલા હતા. આણુ ન થાય ત્યાં સુધી કન્યાને સાસરે મોકલવામાં પણ આવતી ન હતી. કન્યાની ખેતીકામમાં અને ઘરકામમાં મદદ લેવામાં આવતી હતી. ગલબાભાઈ પટેલ સ્પષ્ટપણે માનતા હતા કે કન્યા-કેળવણી પર ભાર આપવો જોઈએ અને તેમની ઉંમર ભણવાની હોય ત્યારે ભણાવવી જોઈએ. આ તમામ કુરિવાજોનો ગલબાભાઈએ પ્રચંડ વિરોધ કર્યો હતો. આમ, ‘આંજણા પટેલ પાટીદાર ’ સંમેલનમાં ગલબાભાઈ પટેલની બધી વાતો માન્ય         રખાઈ હતી.
તે સમયે ગામડામાં અનેક લોકો દારૂનું વ્યસન કરતા હતાં તેના લીધે જિંદગી બરબાદ થઇ જતી હતી. વ્યસન કરનાર માણસ આર્થિક રીતે અને શારીરિક  રીતે બરબાદ થતો હોય છે. સ્વ. ગલબાભાઈ પટેલ વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવા માગતા હતા. તેમણે સંમેલનમાં દારૂ અને અફીણનો એ વખતે  જોરદાર વિરોધ કર્યો હતો. એટલું જ નહીં પણ તેમણે ગામડે-ગામડે ફરી વ્યસનમુક્તિ માટેની વાત કરી હતી. તેઓ સારી રીતે જાણતા હતા કે યુવાનોનું ઘડતર કરવું હશે તો વ્યસનમાંથી મુક્ત થવું પડશે. તેઓ દારૂ અને અફીણના સખત વિરોધી હતા અને ગામડે-ગામડે દારૂ-અને અફીણ  બંધ કરાવવા માટેની ઝૂંબેશ પણ ઉપાડી હતી.
કોઈ પણ સમાજ હોય પણ જો વ્યસનથી, કુરિવાજોથી પજવતો હોય તે વિકાસમાન થઈ શકે નહી. ગલબાભાઈ આગવી સૂઝ સાથે  આગળ વધ્યા હતા. તેમણે સમાજમાં જે પ્રકારના કુરિવાજો હતા, તે તેમણે પહેલા દૂર કર્યા હતા.
માનવી વ્યસનમુક્ત હોય ત્યાં ઉમંગના છોડ ઊગે છે. ગલબાભાઈના વિચારોને આધુનિક પેઢી સ્પર્શ કરીને પોતાનું જીવન ઉજળું બનાવી શકે છે. ખરેખર માણસને સંયમપૂર્વક જીવન પસાર કરવું જોઈએ. જો સંયમપૂર્વક જીવન જીવવામાં આવે તો મુક્તિનો અનુભવ કરી શકે છે. કદાચ ગલબાભાઈ પટેલ  બહુ જ ઊંચા આધ્યાત્મિક વિચારોનું અનુસરણ કરનાર વ્યક્તિ હતા.  ગલબાભાઈ પટેલે  ‘જીવન એ જ કાર્ય’ મંત્ર અપનાવ્યો હતો. તેમના જીવનમાં કોઈ દિવસ દ્વેષભાવ જોવા મળતો નથી. મહાત્મા ગાંધીએ પણ ‘જ્ઞાન કરતા આચરણ અબજો ગણુ ચડિયાતું ગણાવ્યું છે. એવી રીતે ગલબાભાઈએ જીવનમાં જેટલું સારું હોય તેનું જીવનમાં આચરણ કર્યું છે.’  સમાજ આદર્શ ન હોય, સમાજ પાસે દિવ્યમાન વિચારો ન હોય તો કોઈ દિવસ નિષ્ઠાવાન સમાજનું ચણતર થઈ શકતું નથી. ગલબાભાઈ પટેલે સમાજમાં ચાલતા રિવાજો જોયા હતા અને જે નુકસાનકારક સાબિત થાય એવા રિવાજોમાંથી સમાજને મુક્ત કરવા માટે તેઓ માર્ગદર્શક બન્યા હતા. ગલબાભાઈ પટેલને ક્યાંકને ક્યાંક એવો અંદાજ આવી ગયો હતો કે
આભાર – નિહારીકા રવિયા  અન્યાયના ઓથ પર ચાલતા સામાજિક કુરિવાજો દૂર નહીં થાય તો અનેક માણસોના જીવન અંધકારમાં ધકેલાઈ જશે. સમયની સાથે મૂલ્યો પણ બદલાતા હોય છે. ગલબાભાઈ પટેલ બનાસની ધરતીના રત્ન હતા અને એ એવું રતન હતા કે જેમ-જેમ સમય વીતતો જશે તેમ તેમ વધારે ચમકતું જશે. ગલબાભાઈએ સમાજિક ક્રાંતિ પણ લાવી હતી. દૂધના ટકાઉ વ્યવસાય સાથે સમાજિક ક્રાંતિ પણ એટલી જ જરૂર હતી એટલે તેમણે સામાજિક જાગૃતિ લાવવા માટે સફળતા પૂર્વક પ્રયત્નો કર્યા હતા. આમ, ગલબાભાઈએ કરેલા શ્રેષ્ઠ કાર્યોએ તેમને અમર બનાવી દીધાં હતાં.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.