આજ રાતથી સરકાર ગુજરાતમાં કરફ્યુ લાગુ કરી શકે
કરફ્યુ
ગુજરાતમાં પોઝિટિવિ કેસોની સંખ્યા ૩૦ થઈ ગઈ છે. વધતી જતી સંખ્યાને કારણે સરકારે પોઝિટિવ કેસ આવ્યા હોય એ તમામ જિલ્લાઓમાં લોકડાઉન કરી દીધું છે. પણ લોકો છે કે જે હજુ સુધી વાયરસની ગંભીરતા સમજી રહી નથી અને લોકડાઉનમાં પણ બહાર રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. તેવામાં સુત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકાર ગુજરાતમાં કરફ્યુ લાગુ કરવા અંગે વિચારી રહી છે.
ગુજરાતમાં કોરોના વાયરસનાં ૩૦ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં ૧૩ કેસ, સુરતમાં પાંચ પોઝિટિવ કેસમાંથી એક વૃદ્ધનું મોત થયું છે. વડોદરામાં ૬ અને ગાંધીનગરમાં ૪ કેસ નોંધાયા છે. જ્યારે કચ્છ અને રાજકોટમાં એક-એક કેસ પોઝિટિવ કેસ નોંધાયો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થવા છતાં લોકો પર લોકડાઉનની અસર જોવા મળી ન હતી.
અમદાવાદના મહાનગરોમાં પોલીસને હાથ જોડીને લોકોને ઘરે રહેવા માટે અપીલ કરવી પડી હતી. ખુદ સીએમ રૂપાણીએ પણ ગુજરાતની જનતાને ઘરે જ રહેવા અપીલ કરી હતી. પણ આ અપીલનું લોકો પર કોઈ અસર થઈ ન હતી. જેને કારણે સુત્રો દ્વારા જાણકારી મળી રહી છે કે આજ રાતથી સરકાર ગુજરાતમાં કરફ્યુ લાગુ કરી શકે છે. જેને કારણે લોકો બહાર આવતાં બંધ થાય અને વાયરસનું સંક્રમણ વધારે ન ફેલાઈ.