આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી શરૂ થઇ રહ્યું છે. બજેટ સત્ર જારદારરીતે તોફાની બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બજેટ સત્રના પ્રથમ દિવસે બજેટ રજૂ કરવામાં આવનાર છે. બજેટમાં શ્રેણીબદ્ધ વિકાસલક્ષી જાહેરાતો કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. બીજી બાજુ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષી વચ્ચે જારદાર હંગામો થવાની શક્યતા છે. વિપક્ષના આક્રમક વલણને રોકવા ભાજપે પણ રણનીતિ તૈયાર કરી લીધી છે. અનેક એવા મુદ્દા રહેલા છે જેને લઇને હોબાળો થવાની શક્યતા છે. આવતી કાલથી શરૂ થઇ રહેલુ ગુજરાત વિધાનસભાનું સત્ર તોફાની અને હંગામેદાર બની રહેવાની પૂરી શકયતા છે. સત્ર દરમ્યાન વિપક્ષ કોંગ્રેસ દ્વારા અનામત, ખેડૂતો, એલઆરડી ભરતી આંદોલન, પાકવીમા સહિતના વિવિધ મુદ્દાઓ પર પસ્તાળ પાડવામાં આવશે. તો, આવતીકાલના  બજેટ સત્રમાં સરકારને વિવિધ મુદ્દે ભીંસમાં લેવા માટે વિરોધપક્ષે રણનીતિ ઘડી કાઢી છે.
ખાસ કરીને એલઆરડી ભરતી પ્રક્રિયાના વિવાદ અને અનામતના પરીપત્રના મુદ્દે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલા વિવિધ સમાજના આંદોલનોને લક્ષમાં રાખીને વિપક્ષ વિધાનસભામાં આક્રમક મુડ અપનાવે તેવી શક્યતાઓ છે. વિપક્ષના હંગામાની સામે સરકાર પણ અત્યારથી બચાવ અને જવાબો આપવાના ડિફેન્સ મોડમાં આવી ગઇ છે. ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી અલગ-અલગ મુદ્દે વિવિધ સમાજ સરકારની વિરુદ્ધમાં લડાયક બન્યો છે. ત્યારે વિરોધપક્ષ પણ સમાજને સાથ આપવા માટે વિધાનસભામાં અલગ-અલગ મુદ્દા ઉઠાવીને સરકાર પાસે જવાબ અને ઉકેલ માંગશે. બીજી તરફ સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમા ભાજપના બોલકણા ધારાસભ્યો-મંત્રીઓને વિપક્ષને જવાબ આપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. એલઆરડીની ભરતીમાં અનામત કેટેગરીની મહિલાઓને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવતા મોટી સંખ્યમાં મહિલા ઉમેદવારો દ્વારા છેલ્લા એક મહિનાથી દિવસોથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને મહિલા ઉમેદવારો દ્વારા એવી માગ કરવામાં આવી હતી કે, તેમનો સમાવેશ જનરલ મેરિટની કેટેગરીમાં પણ કરવામાં આવે. તો, અગાઉ આદિવાસી જાતિના ખોટા પ્રમાણપત્ર થકી નોકરી મેળવનારાને દૂર કરીને સાચા આદિવાસીઓને યોગ્ય ન્યાય મળે એ માગ સાથે નર્મદા જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં ગાંધીનગરના બિરસા મુંડા ભવન ખાતે એકઠાં થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આ જ પ્રકારે માજી સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવાજનોએ નોકરી, વળતર સહિતની ૧૪ માગણીઓ સાથે આંદોલન પર ઉતર્યા હતા. આ તમામ મુદ્દાઓ ઉપરાંત, ખેડૂતોના પાક વીમા, પાણી, નર્મદા કેનાલમાં ગાબડાના કરોડોના ભ્રષ્ટાચાર સહિતના અનેકવિધ મુદ્દાઓ પર ભાજપ સરકારને ઘેરવાની અને વિધાનસભામાં હંગામો તેમ જ આશ્ચર્યકારક કાર્યક્રમો આપવાની તૈયારી કરી લીધી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.