આગામી ૧૦ માર્ચે બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં ફરી વરસાદ પડવાના એંધાણ

ગુજરાત
ગુજરાત

રાજ્યના ખેડૂતો માટે ફરી એકવખત માઠા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં એક બાજુ ચોમાસું જવાનું નામ લઈ રહ્યું નથી અને ઉનાળા બેસતો નથી તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી વરસાદ પડવાના એંધાણ સર્જાયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧૦ માર્ચે રાજ્યના કેટલાક જિલ્લાઓ અને તાલુકામાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.
 
હવામાન વિભાગના મતે ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવવાના એંધાણ સર્જાયા છે જેના કારણે ૧૦ માર્ચે કમોસમી વરસાદ પડશે. ગુજરાતના બનાસકાંઠા, દ્વારકા, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા દેખાડી છે. દક્ષિણ પાકિસ્તાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે ત્યારે તેની સીધી અસર ગુજરાતમાં પડી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.