આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધશે : પરંતુ વાતાવરણમાં ફરી પલટો આવતા વાદળો છવાશે

ગુજરાત
ગુજરાત

વર્ષ ૨૦૧૭ બાદ માર્ચ માં લધુત્તમ તાપમાન ૧૧.૪ ડીગ્રી થવા પામ્યું | ઠંડી નો 7 વર્ષ માર્ચ મહિનાનો રેકોર્ડ તૂટ્યો. 

આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ 2 થી 3 ડિગ્રી વધશે પરંતુ વાતાવરણમાં ફરી પલટો આવતા વાદળો છવાશે.

( અહેવાલ : નરસિંહ દેસાઈ વડાવલ )

બનાસકાંઠા જિલ્લામાં દિવસ દરમિયાન તાપમાન વધવા છતાં રાત્રી ના સમયે કાતિલ ઠંડી યથાવત જોવા મળી રહી છે કારણે કે 8 કીમી થી પણ વધુ ની ગતિ એ બર્ફિલા પવન ફૂંકાતા ઠંડી નું મોજું ફરી વળ્યુ છે મંગળવારે તાપમાનનો પારો ૧.૬ ડીગ્રી વધીને ૧૩ ડિગ્રી પર સ્થિર થયો હતો.જોકે તાપમાન વધવા છતાં લોકો ઠંડીથી પરેશાન બન્યા છે

બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં શનિવારે કમોસમી વરસાદ ખાબક્યા બાદ તાપમાનનો પારો ૮ થી ૯ ડિગ્રી ગગડયો હતો.જેને લઈ કાતિલ ઠંડી જોવા મળી હતી. જોકે ૪૮ કલાક બાદ પણ હવામાં ભેજની હાજરીના કારણે પણ તાપમાન વધવા છતાં ઠંડી યથાવત રહી હતી. સવારે અને રાત્રે ઠંડી પગલે લોકો ઘરોમાં પુરાવા મજબુર બન્યા હતા. તો પશુઓ પણ કડકડતી ઠંડી અને બર્ફિલા પવનો થી ધ્રુજી ઉઠ્યા હતા.તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાન પહોંચ્યું હતુ.જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.શનિવાર રાત્રીથી ઠંડીની શરૂઆત થઈ હતી.જે મંગળવારે  પણ  યથાવત રહી હતી જોકે મંગળવારના દિવસે પવનનું જોરઘટતા દિવસે આંશિક ગરમી નો પણ અનુભવ પ્રજાજનોને કર્યો હતો પરંતુ રાત્રી દરમિયાન  ઠંડીની અસર યથાવત જોવા મળી રહી છે

છેલ્લા સાત વર્ષમાં માર્ચ મહિનામાં ઠંડીની અસર

વર્ષ   –  સૌથી વધુ ઠંડી

2017 11.2 ડિગ્રી

2018 17.3 ડિગ્રી

2019 12.2 ડિગ્રી

2020 13.5 ડિગ્રી

2021 14.3 ડિગ્રી

2022 16.5 ડિગ્રી

2023 17.4 ડિગ્રી

2024 11.4 ડિગ્રી

શિવરાત્રી બાદ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવશે: બનાસકાંઠા જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં ગત શનિવારે થયેલા કમો વરસાદ બાદ નીકળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે પરંતુ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના મતે ઉત્તર ભારતમાં ફરી એકવાર પશ્ર્ચિમ વિક્ષોભ આવવાની શક્યતાઓને લઈ તેની અસર ગુજરાતના કેટલાક ભાગોમાં થનાર છે જેને લઇ નવ  માર્ચથી બનાસકાંઠા જિલ્લાના કેટલા ભાગોમાં વાતાવરણમાં ફરી પલટો આવવાની શક્યતાઓ રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.