
અમેરલીમાં ખેતમજૂરો પર ઝેરી મધમાખીનું ઝુંડ ત્રાટક્યું, એક મજૂરનું મોત, બાળકી ગંભીર
અમેરલીઃ રાજુલાના સમૂહખેતી ગામમાં ઝેરી મધમાખીનું ઝુંડ ખેતમજૂરો પર ત્રાટક્યું હતું. ઇજાગ્રસ્ત તમામને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. સારવાર દરમિયાન એક ખેતમજૂરનું મોત નીપજ્યું હતું. ૧૪ વર્ષની એક બાળકીની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. તેમજ હોસ્પિટલ ખાતે પણ અન્ય મજૂરો ઉમટી પડ્યા હતા. અગાઉ પણ શાળામાં મધમાખીનું ઝુંડ આવી ચડ્યું હતું. જેમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત બન્યા હતા.